સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ દેસાઈ/હાક તુજની
ગયાં વીતી વર્ષો દશ ઉપર બેચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હૃદયની શૂન્ય કુટિરે
વિરાજેલી બા!...
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહીં રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવર્ષા
નથી ઝાંખી થૈ કૈં!...
વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની?