સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મનુભાઈ પંચોળી/સતયુગ અને કલિયુગ
અસત્ય, હિંસા સતયુગમાં હોતાં નથી તેવું નથી; પણ સતયુગમાં તેની પ્રતિષ્ઠા હોતી નથી અને તે સર્વોપરી ગણાતાં નથી. કલિયુગમાં સત્ય, પ્રેમ, દયા હોતાં નથી તેમ નહીં; પણ તેમની ઠેકડી ઉડાડાતી હોય છે. કલિયુગનો અર્થ એ કે શરીરસુખને જ સર્વ કાંઈ ગણવું, અને તેને ટકાવવાના સાધનરૂપે બળ ઉપર જ બધો આધાર રાખવો.