સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોહન મઢીકર/શેરી
ફળિયેફળિયે ફરતી શેરી,
મોય-દંડિયો રમતી શેરી…
કોક કુંવારી પાનિયું અડતાં,
સ્મિતનાં ફૂલો વેરતી શેરી.
ગામને છેડે નાનકી દેરી,
રોજ નાહીને પૂજતી શેરી…
એક દી અવસર આંગણે ઊભો,
ઢોલ ઢબૂકતા તૂટતી શેરી.
તણાઈ ચાલી વેલ્યમાં શેરી,
હીબકે હીબકે ખૂટતી શેરી.
અવ ઝાંપામાં ઝૂકવી આંખો,
પગલાં પ્યારાં સૂઘંતી શેરી.
[‘કોડિયું’ માસિક : ૧૯૭૭]