સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/મારો દેશ


“મારામાં લોભ છે, હું દેશને માટે લોભ કરીશ. મારામાં ક્રોધ છે, હું દેશને માટે ક્રોધ કરીશ. મારામાં મોહ છે, મારા દેશ માટે હું મુગ્ધ બનીશ.” “તમે દેશને દેવ મનાવીને અન્યાયને કર્તવ્ય તરીકે અને અધર્મને પુણ્ય તરીકે ચલાવી દેવા ઇચ્છો છો. દેશથી પણ ઉચ્ચ સ્થાને ધર્મ રહેલો છે એમ જેઓ માનતા નથી, તેઓ દેશને પણ માનતા નથી. મારામાં જે કાંઈ મલિન છે, તે હું મારા દેશને નહીં આપું, નહીં આપું, નહીં આપું!” [નવલકથા ‘ઘરે-બાહિરે’નાં બે મુખ્ય પાત્રો વિમલા અને નિખિલ વચ્ચેના સંવાદમાંથી]