સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકગીત/ગરવાને માથે
રૂખડ બાવા, તું હળવો હળવો હાલ્ય જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો,
જેમ ઝળૂંબે મોરલી માથે નાગ જો,
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે કૂવાને માથે કોસ જો,
ગરવાને માથે રૂખડિયો ઝળૂંબિયો.
જેમ ઝળૂંબે બેટાને માથે બાપ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો....
જેમ ઝળૂંબે ધરતીને માથે આભ જો,
ગરવાને માથે રે રૂખડિયો ઝળૂંબિયો.
[ઝવેરચંદ મેઘાણી સંપાદિત લોકગીત: ‘રઢિયાળી રાત’ પુસ્તક]