તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માગી લીધેલ છો, આવ્યા ત્યારે અમર થઈને રો’!... તમે મારું નગદ નાણું છો, તમે મારું ફૂલ વસાણું છો, આવ્યા ત્યારે અમર થઈને રો’! લોકસાહિત્ય (સં. ઝવેરચંદ મેઘાણી)