ઓછામાં ઓછી જરૂરિયાતોથી જીવન ચલાવવાની શકિત ને કળા જે ખીલવે, તે વધુમાં વધુ સુખી થાય, વધુમાં વધુ સ્વતંત્રતા અને ખુમારી જાળવી શકે. જરૂરિયાત જેમ વધારે, તેમ પરાક્રમ કરવાની શક્તિ હણાતી જાય.