સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિપિન પરીખ/અપેક્ષા



સાઇરન
(જે યુદ્ધમાં પણ વાગતી હતી!)...
બે મિનિટનું મૌન!
બે મિનિટના મૌનમાં સમાવી શકાય
હિન્દુસ્તાનનાં કેટલાં આંસુ?
ગાંધી આજે જીવતા હોત તો?
—તોપણ શું?
મારી લાચાર મુઠ્ઠીમાં તાકાત ભરવા
ગાંધી કેટલી વાર જનમ લેશે?
આખરે એક સંત—કોઈ પણ સંત
મારે માટે જનમ લઈ લઈ
કેટલી વાર ગોળી ખાશે?
હું કેટલા ભવ સુધી માટીપગો રહીશ?