સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શક્તિસિંહ ગોહિલ/બત્તી-પંખા
એક કાર્યક્રમમાં હાજરી આપવા [મુખ્યમંત્રી] બાબુભાઈ [જ. પટેલ] સાથે હું જઈ રહ્યો હતો. રસ્તામાં ધંધુકાના સરકારી ગેસ્ટહાઉસમાં થોડો વખત રોકાઈને અમે રવાના થતા હતા, ત્યારે ઓરડાનાં બત્તી-પંખા બાબુભાઈએ જાતે બંધ કર્યાં હતાં.