સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમદ્ રાજચંદ્ર/ઉત્તમનો સહવાસ
સત્સંગ એ સર્વ સુખનું મૂળ છે. સત્સંગનો સામાન્ય અર્થ ઉત્તમનો સહવાસ. જ્યાં સારી હવા નથી આવતી ત્યાં રોગની વૃદ્ધિ થાય છે, તેમ જ્યાં સત્સંગ નથી ત્યાં આત્મરોગ વધે છે. આત્માને સત્ય સંગ ચઢાવે તે સત્સંગ. મોક્ષનો માર્ગ બતાવે તે મૈત્રી. ઉત્તમ શાસ્ત્રમાં નિરંતર એકાગ્ર રહેવું તે પણ સત્સંગ છે; સત્પુરુષોનો સમાગમ એ સત્સંગ છે. મલિન વસ્તુને જેમ સાબુ તથા જલ સ્વચ્છ કરે છે, તેમ શાસ્ત્રબોધ અને સત્પુરુષોનો સમાગમ આત્માની મલિનતાને ટાળીને શુદ્ધતા આપે છે. સત્સંગ એ આત્માનું પરમ ‘હિતૈષી’ ઔષધ છે.
[‘આપણું ચિંતનાત્મક નિબંધ-સાહિત્ય’ પુસ્તક]