સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/શ્રીમાતાજી/બોલતાં પહેલાં


પોતે શબ્દનો વિનિયોગ કરી શકે છે, એ વાતનું મનુષ્યને સહેજે અભિમાન રહેતું હોય છે. પૃથ્વી ઉપર એ જ પહેલું પ્રાણી છે, કે જે બોલી શકે છે. એટલે કોઈ બાળકને રમકડું મળ્યું હોય ને તેની સાથે રમવાનું એને બહુ ગમે, તેના જેવી એની હાલત છે. કેટલાક લોકો એવા હોય છે કે ત્ો પ્રથમ બોલવા માંડે પછી જ વિચાર કરી શકતા હોય છે. મૌનમાં રહીને વિચાર કરવાની એમનામાં શકિત નથી હોતી. એમને જે કાંઈ લાગે, તે વિશે એ તરત બોલવાનું શરૂ કરી દે છે. એ અટકી શકતા નથી. બોલવામાં જ એ પોતાનો સમય પસાર કરતા હોય છે. બોલતાં પહેલાં જ વિચાર કરવાની ટેવ આપણે પાડી શકીએ, તો પછી આપણું બોલવાનું કાંઈ નહીં તો અર્ધું તો ઓછું થઈ જાય. [‘દક્ષિણા’ ત્રિમાસિક: ૧૯૭૭]