એ આવશે અંતરનો અવાજ થૈ, કે તોપગોળો થઈને ધણેણતો.... એ આપશે સ્વર્ગતણું સુખાસન, કે વેદનાના નરકાગ્નિઓ બધા : એ સર્વ એનાં વરદાન મંગલ — કૃતાર્થ થૈ, તૃપ્ત બની વધાવીએ.