ઝંખ્યું હતું મિલન તે હવે સામટું મળ્યું, ગર્દી ઘણી વધી છે જનાજાની આસપાસ. સાચો વિસામો રહી ગયો મઝધારમાં, હવે શાંતિનો થોડો ડોળ કિનારાની આસપાસ.