સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/પ્રારંભિક


‘એકત્ર’નો ગ્રંથગુલાલ


Ekatra-foundation-logo.jpg


આપણી મધુર ગુજરાતી ભાષા અને એના મનભાવન સાહિત્ય માટેનાં સ્નેહ-પ્રેમ-મમતા અને ગૌરવથી પ્રેરાઈને ‘એકત્ર’ પરિવારે સાહિત્યનાં ઉત્તમ ને રસપ્રદ પુસ્તકોને, વીજાણુ માધ્યમથી, સૌ વાચકોને મુક્તપણે પહોંચાડવાનો સંકલ્પ કરેલો છે.

આજ સુધીમાં અમે જે જે પુસ્તકો અમારા આ ઇ-બુકના માધ્યમથી પ્રકાશિત કરેલાં છે એ સર્વ આપ

https://www.ekatrafoundation.org

તથા

https://wiki.ekatrafoundation.org/wiki//એકત્ર_ગ્રંથાલય

પરથી વાંચી શકશો.


અમારો દૃષ્ટિકોણ:

હા, પુસ્તકો સૌને અમારે પહોંચાડવાં છે – પણ દૃષ્ટિપૂર્વક. અમારો ‘વેચવાનો’ આશય નથી, ‘વહેંચવાનો’ જ છે, એ ખરું; પરંતુ એટલું પૂરતું નથી. અમારે ઉત્તમ વસ્તુ સરસ રીતે પહોંચાડવી છે.

આ રીતે –

• પુસ્તકોની પસંદગી ‘ઉત્તમ-અને-રસપ્રદ’ના ધોરણે કરીએ છીએ: એટલે કે રસપૂર્વક વાંચી શકાય એવાં ઉત્તમ પુસ્તકો અમે, ચાખીચાખીને, સૌ સામે મૂકવા માગીએ છીએ.

• પુસ્તકનો આરંભ થશે એના મૂળ કવરપેજથી; પછી હશે તેના લેખકનો પૂરા કદનો ફોટોગ્રાફ; એ પછી હશે એક ખાસ મહત્ત્વની બાબત – લેખક પરિચય અને પુસ્તક પરિચય (ટૂંકમાં) અને પછી હશે પુસ્તકનું શીર્ષક અને પ્રકાશન વિગતો. ત્યાર બાદ આપ સૌ પુસ્તકમાં પ્રવેશ કરશો.

– અર્થાત્, લેખકનો તથા પુસ્તકનો પ્રથમ પરિચય કરીને લેખક અને પુસ્તક સાથે હસ્તધૂનન કરીને આપ પુસ્તકમાં પ્રવેશશો.

તો, આવો. આપનું સ્વાગત છે ગમતાંના ગુલાલથી.

Ekatra Foundation is grateful to the author for allowing distribution of this book as ebook at no charge. Readers are not permitted to modify content or use it commercially without written permission from author and publisher. Readers can purchase original book form the publisher. Ekatra Foundation is a USA registered not for profit organization with objective to preserve Gujarati literature and increase its audience through digitization. For more information, Please visit: https://www.ekatrafoundation.org or https://wiki.ekatrafoundation.org/wiki/Main_Page.



સમયદર્શી
સાહિત્યસંદર્ભ કોશ


ગ્રંથ ૧
કર્તાસંદર્ભ


અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં સર્વ લેખકોનાં
નામ, જન્મવર્ષ,/–/,અવસાનવર્ષ, પ્રથમ પ્રકાશિત પુસ્તકની
વિગતોને સમયાનુક્રમે રજૂ કરતો સંદર્ભકોશ




સંપાદક:
રમણ સોની
ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર



Ekatra-emblem-wiki.png
સંવર્ધિત ઈ-આવૃત્તિ : એકત્ર ફાઉન્ડેશન



પ્રકાશકીય

ગુજરાત સાહિત્ય અકાદમીની અનેકવિધ પ્રવૃત્તિઓમાં પ્રકાશનપ્રવૃત્તિ ઘણું મહત્ત્વ ધરાવે છે. આપણે ત્યાં સામાન્ય રીતે વિવેચન અને ગ્રંથાવલોકનનાં પુસ્તકો વિશેષ પ્રમાણમાં પ્રગટ થતાં હોય છે, પરંતુ સંદર્ભ તરીકે લાંબો સમય ઉપયોગી નીવડે એવાં કામ ઓછાં થતાં હોય છે. આવા સંજોગોમાં આ એક ખૂબ મહત્ત્વનું પ્રકાશન સાહિત્ય અને વિદ્યાજગત સામે મૂકતાં આનંદની લાગણી થાય છે. ડૉ. રમણ સોનીએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્વ કર્તાઓ અને એમની કૃતિઓની ગંજાવર સામગ્રીને ખૂબ મહેનત અને સૂઝપૂર્વક સમયના ક્રમ-સંદર્ભમાં આયોજિત કરી આપી છે. ત્રણ ગ્રંથોમાં પ્રકાશિત થતા આ કોશને કારણે આપણે વર્ષ-દાયકા જેવાં સમયનાં પરિમાણોમાં કેવીકેવી કૃતિઓ આવી, કેવાકેવા લેખકો આવ્યા એની વિગતો ખૂબ આસાનીથી મેળવી શકીશું. ગુજરાતીમાં આ પ્રકારનો સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ પહેલીવાર થઈ રહ્યો છે, ને એ અકાદમીના ઉપક્રમે થઈ રહ્યો છે એની પણ નોંધ લેવી જોઈએ. આ બૃહદ પ્રકલ્પને સમયસર પાર પાડવા બદલ હું ડૉ. રમણ સોની પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરું છું. ક્રિશ્રા ગ્રાફિક્સના શ્રી હરજીભાઈનો ઉત્સાહ પણ આનંદદાયક છે.

— હર્ષદ ત્રિવેદી, મહામાત્ર
 




સંપાદકનું નિવેદન

ગુજરાત સાહિત્ય અકાદમી પાસે એક પ્રસ્તાવરૂપે રજૂ કરેલો આ કોશ આરંભે વિચાર્યો-આયોજિત કર્યો હતો એથી ઘણો વધારે વ્યાપક અને ઘણી ઝીણવટોમાં લઈ જનારો સંકુલ, ક્યારેક અટપટો ને એથી વિકટવાહી, તથા મહિનાઓ સુધી મથામણ કરાવનારો બન્યો છે પણ એ સાથે જ, વિચાર્યો-કલ્પ્યો હતો એથી પણ ઘણો વધારે રોમાંચક અને સમૃદ્ધિ સંકુલ બન્યો છે – એનો બહુ જ આનંદ બલકે પ્રહર્ષ અનુભવું છું. આ પ્રકારનો સમયદર્શી સંદર્ભ કોશ તૈયાર કરવાનું કામ ગુજરાતીમાં પહેલી જ વાર થાય છે – એમ કહેવાનું મુખ્ય કારણ એ કે અન્ય ભારતીય કે અંગ્રેજી ભાષાઓમાં આ પ્રકારનાં કામનો (એ થયાં હોય તો પણ) કોઈ નમૂનો મને જોવા મળ્યો નથી, ને એટલે આખી ભાત (ડિઝાઈન) મારે જ પહેલેથી અને નવેસર વિચારવાની આવી હતી. એ ભાતની બધી વાતો વિગતવાર પ્રસ્તાવનામાં મેં કરી જ છે એટલે અહીં એટલો જ નિર્દેશ કરવાનો કે આ કોશની વ્યાપક ઉપયોગિતા વિશે હું બહુ જ સ્પષ્ટ અને વિશ્વસ્ત છું. એ સાથે જ, આમાં જે કોઈ ક્ષતિઓ રહી ગઈ હોય એ માટે હું પૂરો જવાબદાર પણ છું. કોશ પ્રકારનાં, મોટા ફલક વાળાં વિદ્યાકાર્યો, એના જાણકારોએ આપેલા પ્રતિ-પોષણથી વધારે ઉપયોગી બની શકે. ક્ષતિ-પૂર્તિ ચીંધતી એવી વિશ્લેષક સમીક્ષાઓને પણ હું આવકારું છું. એથી વ્યાપક રીતે તો વિદ્યાજગતને જ લાભ થશે. આ કામમાં કેટલાક મિત્રોનો, વિદ્વાનોનો કોઈ ને કોઈ રીતે મને ઉષ્મા-ઉત્સાહભર્યો સહકાર મળ્યો છે (એની વિગતે વાત પ્રસ્તાવનાને અંતે ‘ઋણસ્વીકાર’માં કરી છે). એ સૌ મિત્રોનો સસ્નેહ આભારી છું. મારા સહાયક ભાઈશ્રી મહેશ ચાવડાની પણ ઘણી મોટી મદદ મળી છે, એનોય આભારી છું. ગુજરાત સાહિત્ય અકાદમીના સાહિત્યકાર મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીએ સહર્ષ આ પ્રસ્તાવ સ્વીકાર્યો [એ પણ એક સમયે કોશકાર્ય સંલગ્ન હતા] અને સાદ્યંત સહકાર આપ્યો એ માટે એમનો પણ સાનંદ આભારી છું. હવે આ કોશ સંવર્ધિત રૂપે અતુલ રાવલ ‘એકત્ર’દ્વારા ઇ-પ્રકાશન પામે છે, એ માટે પણ સાનંદ આભાર

— રમણ સોની
 
વડોદરા; શરદપૂનમ, ૨૯ ઑક્ટોબર ૨૦૧૨; સંવર્ધિત ઈ-આવૃત્તિ ડિસેમ્બર ૨૦૨૨
 

આ કોશ કૉપીરાઈટ-રક્ષિત છે. એનો કોઈપણ રૂપે ઉપયોગ કરતાં પહેલાં નીચેના ઇ-મેઈલ સરનામેથી પરવાનગી લેવી જરૂરી છે. ramansoni46@gmail.com