સાહિત્ય પલ્લવ – ભાગ ૧/અમૃતનું વહેળિયું

૨. અમૃતનું વહેણિયું

જ્ઞાન-કટારી મારી,
અમને પ્રેમ-કટારી મારી.
મારે આંગણે રે રામજી તપસીઓ તાપે રે,
કાને કુંડળ જટાધારી રે. અમને૰
મકનોસો હાથી રામજી, લાલ અંબાડી રે, ૫
અંકુશ દઈ દઈ હારી રે. અમને૰
ખારા સમુદ્રમાં અમૃતનું વહેળિયું રે,
એવી છે ભક્તિ અમારી રે. અમને૰
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
ચરણકમળ બલિહારી રે. અમને૰ ૧૦