સાહિત્ય પલ્લવ – ભાગ ૩/અદીઠની ભાળ
૨. અદીઠની ભાળ
રામપ્રસાદ શુક્લ
લીલી વાડીમાં આંબલા લહેકે છે;
ડાળે ડાળે મંજરીઓ મહેકે છે. લીલી૦
ગાઢ જાંબુની કુંજ આ ઝૂમે છે;
એમાં જુગલ કપોતનાં જામે છે. લીલી૦
આ બાજુએ કોકિલા ક્યાં બોલી?
ઉરે આતમ વિચારની આંખ ખોલી? લીલી૦
આજ સૃષ્ટિ સંજીવની લાવે છે;
મારા ઉરના ઉચાટને શમાવે છે. લીલી૦
મને સરતાં સ્વપ્નાંની ચોટ વાગી;
એના ત્રણમાં અદીઠની ભાળ લાગી. લીલી૦