સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ગંગાદાસ

ગંગાદાસ

[આ રમૂજી સંવાદ પાર્વતી અને લક્ષ્મી વચ્ચે છે. બંને જણાં એકમેકનાં પ્રિયજનોની નિંદા કરે છે. પહેલાં પાર્વતી લક્ષ્મીના ભાઈ ચંદ્ર (કેમકે બંને ક્ષીરસાગરમાંથી મંથન વખતે મળ્યાં હતાં)ને વગોવે છે. ૧. પક્ષ -૧ પાંખ. ૨. પખવાડિયું. ૨. મીન- ૧. માછલું, ૨. મીનરાશિ. બગને બે પક્ષ છે, ચંદ્રને એક જ પક્ષ (પખવાડિયું) છે. બગ દિવસે મીન ખાય, ચંદ્ર મસવાડે (મહિને જતાં) મીન રાશિને થાય. શ્લેષ અલંકાર. ૫. પરવશ - સૂર્યને વશ. ગુરુપત્ની તે તારા, બૃહસ્પતિની પત્ની. ૭. હવે ચંદ્રની પ્રશંસા : સૌ વનસ્પતિ ચંદ્રને આધારે ગણાય છે. ૮. તારા – નક્ષત્રો. ચંદ્ર – સોમ બ્રાહ્મણોનો રાજા ગણાય છે. ૧૨. નીલકંઠ - કાલકૂટ ઝેરથી જેનો કંઠ નીલ છે તે મહાદેવ. ભણી-લીધે. ૧૩ થી લક્ષ્મી ગણપતિ વિરુદ્ધ બોલે છે. ૧૬. શરીર કાદવનું બનેલું. ૧૮. નંદી, ભૃંગી, વગેરે શિવના સેવકોના ગણ (ટોળા)નો પતિ નાયક. ૧૯. સેવંત્રાં – સોપારી. ૨૯. નિંદાને મિષે - મસે - બહાને. રખે કોઈ માતા દુભાઓ! ૩૧-૩૬. વાચકના ભેદ બતાવે છે. ૩૨ની રીત ચાળણીની, ૩૩ની સૂપડાની. ૩૪. છિદ્ર – ૧. કાણું (વાચ્યાર્થ), ૨. દોષ (લક્ષ્યાર્થ ). ૩૬મી પંક્તિનું વર્ણન કેટલું સુંદર છે!]