સાહિત્ય પલ્લવ – ભાગ ૩/જેવો છું તેવો હું

જેવો છું તેવો હું

દયારામ

જેવો છું તેવો હું તમારો હે શ્રીજી!
બિરદ વિચારી બાંહ્ય ઝાલોની રીઝી.
દોષના કોષ દેખી જાશો મા બિહીજી;
ગુરુ-સોંપ્યો પાળો દયાને કરુણારસ ભીંજી.
જેવો છું તેવો હું તમારો હે શ્રીજી.

સ્વાધ્યાય

૧. કૃષ્ણની મોહનીનું અને વાંસળીનું કવિએ કેવું વર્ણન કર્યું છે?
૨. ‘વ્રજ વહાલું’ના ભાવને નરસિંહના ‘માગું જનમોજનમ અવતાર રે’ સાથે સરખાવો. દયારામને નરસિંહનો અવતાર ગણતા. બંનેમાં તમને મોટું સામ્ય લાગે છે? ‘સુખ પામી પાછું પડવું ‘ને સર૰ ‘અંતે ચોરાશી માંહી રે.’ (નરસિંહ)
૩. ‘ઢણકતું ઢોર’ તે કયું? આખું રૂપક બેસાડો. આમાં તમને હાસ્યરસ જેવું લાગે છે? એ રસ મૂળ ભાવને પોષક છે? સર૰ ‘નરસેંના નાથજી નાથ તોડી.’
૪. ‘જેવો છું તેવો’ સાથે સર૰ ‘એવા રે અમો એવા.’
૫. ‘શું જાણે વ્યાકરણી વસ્તુને?’ ઉપર નાનકડો નિબંધ લખો.
૬. ઉપર આપણે દયારામની કૃષ્ણવિષયક, સામાન્ય કટાક્ષની અને આત્મમંથનની એમ ત્રણ જાતની કવિતા જોઈ. દયાની કવિતા વિષે જ તમને ‘કિએ ઠામે મોહની ન જાણી?’ —એવો પ્રશ્ન નથી થતો?