સિગ્નેચર પોયમ્સ/જૂનું તો થયું રે – મીરાંબાઈ

જૂનું તો થયું રે

મીરાંબાઈ

જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું.
આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
પડી ગયા દાંત માંયલી રેખું તો રહ્યું. – મારો
તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
ઊડી ગયો હંસ પિંજર પડી રે રહ્યું. – મારો
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
પ્રેમનો પ્યાલેા તમને પાઉં ને પીઉં. – મારો