સિતાંશુ યશશ્ચન્દ્ર

સિતાંશુ યશશ્ચન્દ્ર મહેતા(૧૮-૮-૧૯૪૧) : કવિ, નાટકકાર, વિવેચક. જન્મ ભુજમાં. માધ્યમિક શિક્ષણ વડોદરા-મુંબઈમાં. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ. એ જ વિષયોમાં ૧૯૬૫માં એમ.એ. ૧૯૬૫થી ૧૯૬૮ સુધી ગુજ રાતીના અધ્યાપક. ૧૯૬૮માં ફૂલબ્રાઇટ સ્કોલરશીપ સાથે અમેરિકા જઈ ૧૯૭૦માં સૌંદર્યશાસ્ત્ર અને તુલનાત્મક સાહિત્યમાં એમ.એ.ની ઉપાધિ મેળવી. ડૉ. ન્યૂટન પી. સ્ટોલનેસ્ટના માર્ગદર્શન હેઠળ ‘નાટ્યાચાર્ય ભરતની અને ફિલસૂફ કાન્ટની પરંપરામાં કલાસ્વરૂપનો વિભાવ’ એ વિષય પર ૧૯૭૫માં પીએચ.ડી. ભારત પાછા ફર્યા પૂર્વે એક વર્ષ ફ્રાંસમાં નિવાસ. ફોર્ડ ફેલોશિપ હેઠળ ત્યાં આયોનેસ્કોના ‘મૅકબેથ' નાટકને ગુજરાતીમાં ઉતાર્યું; અને શેક્સપિયરના ‘મૅકબેથ' સાથે એનો તુલનાત્મક અભ્યાસ કર્યો. ભારત પાછા ફર્યા બાદ ૧૯૭૨-૭૭ દરમિયાન મીઠીબાઈ આર્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૭૭માં સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી તૈયાર થનાર ભારતીય સાહિત્યનો જ્ઞાનકોશ'ના મુખ્ય સંપાદક તરીકે નિમણૂક. ૧૯૭૭માં જ રામપ્રસાદ બક્ષીના માર્ગદર્શન હેઠળ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ' વિષય પર મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૮૩થી એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર. પ્રતીકો અને પ્રતિરૂપે કાર્યકારણની શૃંખલાથી છૂટ્યાં, એ સાથે ભાષાની પૂર્વ શક્યતાને જે પ્રદેશ ખૂલ્યો એમાં આ કવિએ એમના બહુ પોતીકા કાવ્યવ્યાપાર સાથે સરરિયાલિઝમને માર્ગ સ્વીકાર્યો. ‘ઓડિટ્યૂસનું હલેસું' (૧૯૭૪) આ કવિનો અને આધુનિક ગુજરાતી કવિતાનો મહત્તવને કાવ્યસંગ્રહ છે. અહીં કવિ શુદ્ધ મનોગત સ્વયંસંચલનોને, સ્વયંસ્કુરણોને, કુરણ આલેખોને, સ્વપ્નસૃષ્ટિને, સંમોહનને, અતર્કને, અનૈતિહાસિક સમયને, ઉદ્દે શપૂર્વકની અસંગતિને, તરંગલીલાને, ઇન્દ્રિયભ્રમને અનુસરે છે. સરિયાલિઝમના સ્પ્રિંગબર્ડથી આ કવિ ઘણી રચનાઓની ઊંચાઈને પામ્યા છે. સંસ્કૃતિ' (ઓગસ્ટ, ૧૯૭૦)માં પ્રકાશિત ‘મોંએ-જો-દડો' આ કવિની સક્રિયલ રચનાકૌશલની ઉત્તમ સિદ્ધિ દાખવે છે. આ પછી આધુનિક ચેતનાથી મધ્યકાલીન. સામગ્રીને વિનિયોગ કરવા તરફ ફંટાયેલી એમની પ્રતિભાએ સરિયલથી દૂર જઈ અનેક રચનાઓના પ્રયોગ પછી જટાયું (‘સંજ્ઞા': જુલાઈ, ૧૯૭૬)માં આખ્યાનના પરંપરિત સ્વરૂપને તદ્દન અપૂર્વતાથી વ્યક્તિમત્તા સમર્પી છે. આ પછી ‘પ્રલય’ (‘સંસ્કૃતિ’: કટો.-ડિસે., ૧૯૮૪) જેવી દીર્ઘ રચનાએ યૌન પરિપ્રેક્ષ્યમાં વૈશ્વિક પરિમાણ પર પરિણામ સિદ્ધ કરવા સમર્થ પ્રયત્ન કર્યો છે. ટૂંકમાં, આધુનિક કવિઓમાં આ કવિનો અવાજ અગ્રેસર છે. આ સર્વ રચનાઓ એમના મહત્ત્વના કાવ્યસંગ્રહ ‘જટાયુ' (૧૯૮૬)માં સંકલિત થયેલી છે. સીમાંકન અને સીમેબંધન ૧૯૭૭)ના વિવેચનલેખામાં સૌંદર્યમીમાંસાની શોધ છે. ‘આકાર, પ્રતીક અને અનુભવ’થીમાંડી ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો અહીં મળતો તુલનાત્મક અભ્યાસ એક કવિચિતકની ઉપલબ્ધિ છે. ‘રમણીયતાનો વાગ્વિકલ્પ' (૧૯૭૯) એમનો મહાનિબંધ છે; પરંતુ નાના ફલક પર તુલનાત્મક સૌંદર્યમીમાંસાના વિષયમાં મૂળભૂત વિભાવોને અહીં તલસ્પર્શી રીતે ચર્ચવામાં આવ્યા છે. પાશ્ચાત્ય દૃષ્ટિએ રહેલા ‘આકાર’ના સંપ્રત્યયને અને ભારતીય અલંકારશાસ્ત્રની પરંપરામાં રહેલા રમણીયતાની સંપ્રત્યયને અહીં તાત્ત્વિક, ઐતિહાસિક અને તુલનાત્મક ભૂમિકા પર મૂલવવામાં આવ્યા છે. આ ઉપરાંત અપ્રકાશિત છતાં ભજવાયેલાં નાટકોમાં રેડિયો નાટક ‘કેમ મકનજી કયાં ચાલ્યા? – અમે અમથાલાલને ત્યાં ચાલ્યા', ટોમસ હાર્ડીની વાર્તા પરથી થયેલી નાટ્યકૃતિનું રૂપાંતર ‘વૈશાખી કોયલ’, પિટર શેફરકૃત ‘એકવસ' પર આધારિત તોખાર’ મહત્ત્વનાં છે. ‘આ માણસ મદ્રાસી લાગે છે અને ગ્રહણ’ એમનાં અદ્યાપિ અપ્રકાશિત મૌલિક નાટકો છે. ‘નાયકેસુડાં’ એમનું સંપાદન છે.