સુમન એન. કાપડિયા

કાપડિયા સુમન એન. : વિવિધ રાગ-રાગિણી અને ઢાળોમાં તુલસીદાસની જીવનકથા વર્ણવતું ‘ભક્તકવિ તુલસીદાસ આખ્યાન’ (૧૯૫૫) અને ગેય ઢાળમાં રચાયેલા ગરબાઓનો સંગ્રહ ’સુમન ગરબાવલિ’ (ત્રી. આ. ૧૯૫૫)ના કર્તા.