સોરઠિયા દુહા/104


104

જોબનને જીકારા ઘણા, ઘડપણને નહિ ઘેંશ;
હાલીતલ હળવા થિયાં, કાળા મટી ગ્યાં કેશ.

જુવાનીમાં માણસને ‘જી હા! જી હા!’ કરનારા ખુશામતખોરો ઘણા મળે છે, પણ ઘડપણમાં એને કોઈ ઘેંશ પણ પાતું નથી, કારણ કે એના પગમાંથી જોર ખૂટ્યું હોય છે અને એના વાળ ધોળા થઈ ગયા હોય છે — શક્તિ કે રૂપ એનામાં રહ્યાં નથી હોતાં.