સોરઠિયા દુહા/106


106

તરિયા જોબન ત્રીશ લગ, ધોરી નવ ધરાં;
પુરુષાં જોબન જ્યાં લગી, ઘીએ પેટ ભરાં.

સ્ત્રીનું જોબન ત્રીસ વરસ સુધી હોય છે, સારા બળદ સાંતી ઉપર નવ વરસ સુધી કામ આપે છે, અને પુરુષ જ્યાં સુધી ઘી ખાય છે ત્યાં સુધી જ એની જુવાનીનું જોમ જાળવી શકે છે.