સોરઠિયા દુહા/125


125

પ્રીત કરી સુખ લેન કું, ઉલટ ભઈ દુઃખ દેન;
પહેલી આગ લગાય કે, દોડ્યો પાની લેન.

પ્રીત કરતી વેળા મને એમ હતું કે હું સુખ પામીશ, પણ એણે તો ઊલટી મને દુઃખી કરી મૂકી. પ્રીત કરીને પહેલાં મેં જ મારે હાથે મારા હૈયામાં આગ ચાંપી દીધી, અને હવે એ આગને બુઝાવવા હું પાણીની શોધમાં નીકળ્યો છું.