સોરઠિયા દુહા/127


127

સજન, ચીણગી પ્યાર કી, રહી કલેજે લાગ;
જેસી ધૂણી અતીત કી, જબ ખોલું તબ આગ.

પ્રીતની ચિનગારી એક વાર કલેજામાં લાગી પછી તે કદી બુઝાતી નથી, કોઈ યોગીની ધૂણીની માફક એને જ્યારે ઊખેળીને જુઓ ત્યારે એ જલતી જ દેખાય છે.