સોરઠિયા દુહા/13


13

નગારાં ત્રંબક રડે, હોય મરદાં હલ્લ;
શિર તૂટે ને ધડ લડે, આયો શેણ અમલ્લ.

જે મરદને કસુંબાનો રંગ બરાબર લાગ્યો હોય તે નગારા ઉપર દાંડી પડે ત્યારે લડાઈનો સાદ સાંભળીને નીકળી પડે અને એને એવું શૂરાતન વ્યાપી જાય કે યુદ્ધમાં એનું માથું કપાઈ ગયા પછી પણ ધડ લડતું રહે.