સોરઠિયા દુહા/133
133
કાગા સબ તન ખાઈયો, ખાઈયો ચૂંન ચૂંન માંસ;
મત ખાઈયો દો આંખડી, પિયા મિલન કી આસ.
પ્રિયા પ્રિયા ઝંખતો હું મરી જાઉં તે પછી, હે કાગપક્ષીઓ! મારું આખું શરીર તમે ભલે ફોલી ખાજો અને માંસના લોચેલોચા ઉઠાવી જજો, પરંતુ મારી બે આંખો એમ ને એમ રહેવા દેજો, કે જેથી મૃત્યુ પછી પણ પ્રિયા આવે તો એ ઉઘાડી આંખો વાટે હું એનાં દર્શન કરી શકું.