સોરઠિયા દુહા/146
146
વંકા રહેજો વાલમા! વંકા આદર હોય;
વંકા વનનાં લાકડાં, કાપી ન શકે કોય.
હે વાલમ! તમે વંકા — બંકડા, સ્વમાની રહેજો, માન ને મરોડ મૂકશો નહિ. વંકાને જ આદરમાન મળે છે. વનમાં જે લાકડાં વંકા — વાંકદાર હોય છે તેને કોઈ કાપી શકતું નથી. એ રીતે તમે પણ જો માન સાચવીને રહેશો તો કોઈ તમને ઉવેખી કે ડરાવી દબાવી નહિ શકે.