સોરઠિયા દુહા/151


151

નેણ પદારથ નેણ રસ, નેણે નેણ મળન્ત;
અણજાણ્યાંસું પ્રીતડી, પે’લી નેણ કરન્ત.

માણસની આંખમાં કોઈ એવું અજબ તત્ત્વ ભર્યું છે કે ચાર અજાણી આંખો પહેલવહેલી વાર મળે તોપણ તેમાંથી પ્રીત જન્મે છે.