સોરઠિયા દુહા/163


163

સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,
પિયુજી લાવે અંબફળ, ધણ ધોળે પિયુ ખાય.

દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે, ને પતિ ચૂસતો જાય છે