સોરઠિયા દુહા/164


164

આઠમો પહોરો રેનરો, ચડી દીવડલે વાટ,
ધણ મરકે ને પિયુ હસે, ફેર બિછાવે ખાટ.

આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે ને પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.