સોરઠિયા દુહા/174


[8]

રોટી ચાદર ચાહિયે, કહા દામસે કામ,
સો હી દીન ફકીર કું, ભજે નિરંજન નામ.

ભજે નિરંજન નામ, બ્રહ્મસાગર ના ભૂલે,
નંદા વેદા બાકી, આનકમલા નહિ ફૂલે.

કહે દીન દરવેશ, ખરા કેવે ના ખોટી,
કહા દામસે કામ, ચાહિયે ચાદર રોટી.