સોરઠિયા દુહા/32


32

આગ બટૂકે, વા ભ્રખે, ઘોડાં મોર્યે જાય;
હું તુજ પૂછું કંથવા, ઇ હરણ કસાં ઘી ખાય!

ઘાસને અભાવે વગડાની ગરમ લૂ અને પવન ખાઈને પણ ટકનારા અને દોડવામાં ઘોડાંથી પણ આગળ નીકળી જનારાં જે હરણાં છે તેને ઘી ખાવા ક્યાં મળે છે, હે પતિ!