સોરઠિયા દુહા/81


81

જણ મારગ કેસરી ગયા, રજ લાગી તરણાં;
તો ખડ ઊભાં સૂકશે, નહિ ચાખે હરણાં.

જે રસ્તેથી સાવજ ચાલ્યો હોય અને એના પગની ધૂળ પણ જે ધરતીનાં તારણાંને લાગી હોય ત્યાં ઊગેલું ઘાસ તે પછી ઊભું ને ઊભું સુકાઈ જશે છતાં બિચારાં હરણાં એને ચાખવા ય નહિ આવે — એવો વનના રાજા સિંહનો પ્રભાવ છે.