સોરઠિયા દુહા/83


83

ગઈ વીળ વળે, વીળે વળાણું નહિ;
સાનાની સંગતે, હાલીતળ હળવું પડ્યું.

(જવાબમાં મચ્છ કહે છે :) હું એક નાનકડા માછલાની સોબતે ચાલવાથી હલકો પડ્યો: એની સાથે સાથે ભરતીની વેળ્યમાં આવ્યો તો ખરો, પણ ભરતીનો જુવાળ પાછો વળી ગયો તેની ખબર ન રહી; ને હવે હું મહાકાય એ અલ્પકાયની માફક કેમ કરીને મહાજળમાં પહોંચું?