સોરઠી સંતવાણી/અવિવેકી ગુરુ
અવિવેકી ગુરુ
વિવેક રાખો તમે સમજી ચાલોને
- વસ્તુ રાખો ગુપત રે
મુખનાં મીઠાં ને અંતરનાં ખોટાં
- એવાની સાથે ન થાશો લુબ્ધ રે. — વિવેક.
ભાઈ રે અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું
- જેને રે’ણી નહીં લગાર રે,
વચનલંપટ ને વિષય ભરેલાં ને એવાંની સાથે મેળવવો નહીં તાર રે. — વિવેક. ભાઈ રે અહંતા મમતા આશા ને અન્યાય ને
- ઈર્ષ્યા ઘણી ઉરમાંય રે,
એવા માણસને અજ્ઞાની ગણ્યા ને
- પોતાની ફજેતી થાય રે. — વિવેક.
ભાઈ રે દાઝના ભરેલા ને દુબજામાં પૂરા ને નહીં વચનમાં વિશ્વાસ રે, ગંગાસતી એમ બોલ્યાં ને તમે એવાથી પામજો ત્રાસ રે. — વિવેક.