અહીં પૃથ્વીલોકે, કશા હર્ષે શોકે, મબલક મનુષ્યો સ્થળસ્થળે, પથ, વિજન, જ્યાં ત્યાં નિત મળે; અજાણ્યું એકે ના, પરિચિત બધાનાં મુખ મને; અરીસામાં જાણે નિજ મુખ નિહાળું, સુખ મને! ૨૦–૧૨–૧૯૫૬