આ સૂરજ વરસે સોનું, સૌ કોઈ ઝીલો, ના પૂછશો એ છે કોનું, હો કોઈ ઝીલો! આ ચન્દ્રી અમૃત છલકે, સૌ કોઈ પી લ્યો! એ તો માસે માસે મલકે, હો કોઈ પી લ્યો! આ વસંત લાવે વાયુ, હો કોઈ ખીલો! નહીં લાવે આખું આયુ, સૌ કોઈ ખીલો! ૫–૪–૧૯૫૭