આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો! પરંતુ એ જે ક્ષણથી તને ગમ્યો, તારા વળી હાથ વિશે રહી રમ્યો, રે ત્યારથી તો નિત અમૃતે ભર્યો! ૨૭–૭–૧૯૫૭