૩૩ કાવ્યો/નિન્દું ન હું

નિન્દું ન હું

નિન્દું ન હું કંટકને કદી હવે!
છો અન્યથા સૌ કવિઓ કવે – લવે!
હું કેમકે કંટકથી સવાયો
ગુલાબની ગંધ થકી ઘવાયો!

૧૯૫૭