૩૩ કાવ્યો/પુનશ્ચ

પુનશ્ચ

સંસારનાં સકલ યુગ્મ પુનશ્ચ ધન્ય!
આ માનવીજગત જે લયતાલભગ્ન
એમાં તમે વરવધૂ! રચ્યું આજ લગ્ન,
સંવાદનું પુનિત પર્વ કશું અનન્ય!

૧૯૫૭