૮૬મે/ડોલશો નહિ

ડોલશો નહિ

બોલવું નથીને? તો બોલશો નહિ,
અમથું અમથું હૃદય ખોલશો નહિ.

હું જે આ બોલું છું તે તો સુણશોને?
મૂંગા મૂંગા તમે એને ગુણશોને?
મારા આ શબ્દને મૌનથી તોલશો નહિ.

હું પણ જો ન બોલું તો શું સૂણશો?
પછી શું ‘પ્રેમ, પ્રેમ,’ એમ ધૂણશો?
ન બોલો, ન સુણો તો હવે ડોલશો નહિ.

૨૦૧૦