૮૬મે/ભ્રષ્ટ નહિ કરું
હું તમને કદી ભ્રષ્ટ નહિ કરું.
બીજાઓની જેમ તમારું માન-સન્માન કદી નષ્ટ નહિ કરું.
ભલે તમે આભ જેવા અચલ હો,
ભલે તમે અબ્ધિ જેવા ચંચલ હો;
તમે શું છો એ જાણવાનું, પ્રમાણવાનું કદી કષ્ટ નહિ કરું.
હું શું છું તે તમે જાણી નહિ શકો,
મારું હૃદય પ્રમાણી નહિ શકો;
એનું જે કંઈ રહસ્ય છે તે તો તમને કદી સ્પષ્ટ નહિ કરું.
૨૦૧૨