૮૬મે/મૃત્યુ પૂર્વે મરીએ છીએ

મૃત્યુ પૂર્વે મરીએ છીએ

આપણે આ શું કરીએ છીએ?
એના એ કૂંડાળામાં આપણે બે ગોળ ગોળ ફરીએ છીએ.

જ્યાંથી આરંભ થયો હોય ત્યાં જ તે અંત,
એ અંતથી પાછો આરંભ, આ તે શો તંત?
કાળ થંભ્યો છે ને આપણે ડગ પર ડગ ભરીએ છીએ.

કૂંડાળાની પેલી પાર અનંત કાળ છે,
મનુષ્યોથી ભર્યુ ભર્યુ વિશ્વ વિશાળ છે,
તો ચાલો ત્યાં, અહીં તો જીવ્યા વિના મૃત્યુ પૂર્વે મરીએ છીએ.

૨૦૧૧