૮૬મે/સહ્યા કર્યું

સહ્યા કર્યું

જન્મીને જનમભર એકાન્તમાં સહ્યા કર્યું,
ક્યારેય કોઈનેય કશુંય નથી કહ્યા કર્યું.

દુ:ખ તો મરુભૂમિ જેમ વિસ્તર્યું,
સુખ જેને માન્યું મૃગજળ ઠર્યું;
સુખદુ:ખ સમજવા સમતોલ રહ્યા કર્યું.

એથી સુખદુ:ખ ચિત્તમાં ન ધર્યું,
તે ચિત્ત તો આનંદથી ભર્યું ભર્યું;
જે કૈં સહ્યા કર્યું તેને આનંદથી ગ્રહ્યા કર્યું.

૨૦૦૭