આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/S: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 12: Line 12:
'''Satire વ્યંગકલા'''
'''Satire વ્યંગકલા'''
:પાત્રવિશેષ કે વસ્તુવિશેષ પર રમૂજ, વ્યંગ વગેરે ભાવોના વિનિયોગ દ્વારા પ્રહાર કરી હાસ્ય નિષ્પન્ન કરવાની આ સાહિત્યિક પ્રવિધિ છે. આ અભિગમથી લખાતી કૃતિઓમાં હાસ્ય દ્વારા ગંભીર સમસ્યાનું નિરૂપણ કરવાનો હેતુ રહેલો છે. તેના મૂળ અર્થમાં આ સંજ્ઞા નૈતિક તેમ જ સુધારક વલણનું ૫ણ સૂચન કરે છે.

હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે.
:હાસ્ય નાટકોમાં આ પ્રવિધિનો સવિશેષ વિનિયોગ થયો છે. ગ્રીક નાટ્યકાર ઍરિસ્ટોફિનિસે સૌપ્રથમ આ પ્રવિધિનો નાટકમાં સફળ વિનિયોગ કર્યો. ત્યાર બાદ હોરિસ, ડ્રાયડન, રેબલેઈ, સ્વિફ્ટ, હકસલી, બેન જૉન્સન, મોલ્યેર, શો, ઑનિલ વગેરેએ તેના વિકાસમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો. હકસલી કૃત, 'બ્રેવ ન્યૂ વર્લ્ડ' તથા જોર્જ ઓરવલકૃત 'ઍનિમલ ફાર્મ' આનાં ઉત્તમ ઉદાહરણો છે.
'''Scansion પરિમાપન'''
'''Scansion પરિમાપન'''
:છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે.
:છંદના ચરણનું પરિમાપન, પરિમાપન એ છંદસ્વરૂપના અધ્યયનનો એક ભાગ છે. પરિમાપન સ્વરભારયુક્ત કે સ્વરભારવિહીન અક્ષરોનું હોય છે.
Line 166: Line 166:
'''Stylistics શૈલીવિજ્ઞાન'''
'''Stylistics શૈલીવિજ્ઞાન'''
:સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો.
:સાહિત્યકૃતિની ભાષા અને શૈલીનું વસ્તુનિષ્ઠ વિશ્લેષણ કરતું વિજ્ઞાન. તત્કાલીન વિવેચનમાં પ્રવર્તમાન સંસ્કારવાદ અને આત્મલક્ષિતાના વિરોધમાં આ વિજ્ઞાનનો જન્મ ૧૯૫૦ના અરસામાં થયો.
શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્‌સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
:શૈલીવિજ્ઞાનના કેન્દ્રમાં 'શૈલી'નો સંપ્રત્યય છે. આ વિજ્ઞાન 'શૈલી'ના સંપ્રત્યયના આધારે એક બાજુ સાહિત્યિક કૃતિની સંરચના અને તેના પોત(Texture)નું વિશ્લેષણ કરે છે, તો બીજી બાજુ, આ વિશ્લેષણ દ્વારા કૃતિમાં રહેલી 'સાહિત્યિકતા' પર પ્રકાશ પાડે છે. આ વિજ્ઞાન ભાષાના 'સર્જનાત્મક વિનિયોગ' અને 'વ્યંજક પ્રભાવ'ના રૂપમાં સૌન્દર્યાનુભવ અને ભાષાકીય સંરચના વચ્ચે શૈલીને સેતુરૂપ ગણે છે, અને એના અધ્યયન-વિશ્લેષણ દ્વારા સાહિત્ય અને સાહિત્યિક કૃતિ અંગેની સમજણ કેળવવાનું લક્ષ્ય રાખે છે. આમ શૈલીવિજ્ઞાન સાહિત્યનો એક સિદ્ધાન્તવિચાર હોવાની સાથેસાથ અધ્યયન-વિશ્લેષણની પદ્ધતિ પણ છે. લીઓ સ્પિટ્‌સર, ચાર્લ્સ બાલી, રોજર ફાઉલર, રોમન યાકોબ્સન વગેરે આ શાખાના મુખ્ય પુરસ્કર્તાઓ છે.
'''Stylometry શૈલીમિતિ'''
'''Stylometry શૈલીમિતિ'''
:પરંપરાની પદ્ધતિઓને અનુસરનારા અભ્યાસીઓ અને નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ કરનારા અભ્યાસીઓ વચ્ચે શૈલી અભ્યાસક્ષેત્રે મોટું અંતર છે. નવા આંકડાશાસ્ત્રીય તરીકાઓનો ઉપયોગ શૈલીવિજ્ઞાનની જે શાખામાં થાય છે તે શાખાને શૈલીમિતિ તરીકે ઓળખવામાં આવે છે.

Line 188: Line 188:
'''Surfiction અધિનવલ, પરાનવલ'''
'''Surfiction અધિનવલ, પરાનવલ'''
:પરંપરાગત આધુનિકતાવાદી નવલકથાની પ્રતિક્રિયારૂપે આવેલો ફ્રેન્ચ નવલપ્રકાર, અધિનવલ વાચકને કોઈ સાદો સીધો આશ્વાસક સંદેશ કે ભાવાર્થ અર્પવાને બદલે તેને કળા અને જીવન વચ્ચેના સંવાદ પરત્વે દ્વિધામાં નાખે છે. અધિનવલ એ હકીકતે તો નવલ વિશેની નવલ છે. તે કથાની શક્યતાઓ તાગવા મથે છે અને એ રીતે પોતાની નિયામક પરંપરાને જ આહ્‌વાન આપે છે.

જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે.
:જે. ડી. સેલંજર જેવાઓની કૃતિઓ અધિનવલનાં ઉદાહરણરૂપ છે.
'''Surrealism પરાવાસ્તવવાદ'''
'''Surrealism પરાવાસ્તવવાદ'''
:ફ્રાન્સમાં લેખકો અને ચિત્રકારો દ્વારા ચાલેલી ચળવળ. પરાવાસ્તવવાદ તાર્કિક ક્રમની અવગણના કરીને સ્વપ્ન અને અવચેતનની પદ્ધતિએ શબ્દોના માધ્યમ દ્વારા અભિવ્યક્તિ સાધવાનો પ્રયાસ કરે છે. પરાવાસ્તવવાદીઓનું લક્ષ્ય ચિત્તના કોઈક ખૂણે પડેલા ભાવોને સ્વયંચાલિત (automatic) લેખન દ્વારા અભિવ્યક્ત કરવાનું છે. આન્દ્રે બ્રેતોં, સેલ્વડોર ડાલી, ઍપોલીનેર વગેરે પરાવાસ્તવવાદના મુખ્ય પુરસ્કર્તાઓ છે. પરાવાસ્તવવાદી ખરીતો ૧૯૨૪માં પ્રકાશિત થયો. ગુજરાતી સાહિત્યમાં સિતાંશુ યશશ્ચંદ્રની કવિતાઓ પરાવાસ્તવવાદી ગણાય છે.