33,475
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
પંદર નવલકથાઓ, બાર રેખાચિત્ર સંગ્રહો, છ ટૂંકીવાર્તા સંગ્રહો, ત્રણ નિબંધસંગ્રહો, ઉપરાંત અહેવાલ લેખો, સંપાદનો, વિવેચનસંગ્રહો વગેરે મળીને અંદાજે પચાસેક પુસ્તકો આપનાર આ સર્જક વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ થયા છે. ‘આંગળિયાત’ સાહિત્ય અકાદમી, દિલ્હીનું સન્માન મેળવે છે; જેનો અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં અનુવાદ થાય છે. આ જ નવલકથા કનૈયાલાલ મુનશી શતાબ્દી સ્પર્ધામાં પ્રથમ આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ પોંખાય છે; તો ‘વ્યથાનાં વીતક’ને સી.એ.એસ. એવોર્ડ, સદ્વિચાર પરિવાર પારિતોષિક, તખ્તસિંહ પરમાર પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ; ધનજી કાનજી પારિતોષિક. જેવાં સન્માનો મળે છે. એમની સમગ્ર સાહિત્ય સેવા અને સમાજસેવાની કદર રૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા મળેલાં ઇનામો-અકરામો પણ ઘણાં છે! વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સભ્ય, મંત્રી, પ્રમુખ તરીકે જોડાઈને એમણે કરેલી સેવાઓ એમની સામાજિક નિસબત બતાવે છે. દેશ-વિદેશમાં એમણે આપેલાં વ્યાખ્યાનોની પણ એક જુદી યાદી બને. ‘આંગળિયાત’ની જેમ જ ‘વ્યથાનાં વીતક’ પણ અંગ્રેજી ઉપરાંત દેશની અન્ય અગિયાર ભાષાઓમાં અનુવાદિત થયું. એમની ‘લોહીનો સંબંધ’ વાર્તા પરથી ગોપી દેસાઈ દ્વારા દિગ્દર્શિત ‘બસ યારી રખ્ખો’ બાળફિલ્મ બની. ‘બહેરું આયખું મુંગી વ્યથા’ પરથી ટેલિફિલ્મનું નિર્માણ થયું. ‘મારી પરણેતર’ પરથી ૧૩ હપ્તાની ધારાવાહિક પણ બની. | પંદર નવલકથાઓ, બાર રેખાચિત્ર સંગ્રહો, છ ટૂંકીવાર્તા સંગ્રહો, ત્રણ નિબંધસંગ્રહો, ઉપરાંત અહેવાલ લેખો, સંપાદનો, વિવેચનસંગ્રહો વગેરે મળીને અંદાજે પચાસેક પુસ્તકો આપનાર આ સર્જક વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માનિત પણ થયા છે. ‘આંગળિયાત’ સાહિત્ય અકાદમી, દિલ્હીનું સન્માન મેળવે છે; જેનો અંગ્રેજી ઉપરાંત અન્ય ભારતીય ભાષામાં અનુવાદ થાય છે. આ જ નવલકથા કનૈયાલાલ મુનશી શતાબ્દી સ્પર્ધામાં પ્રથમ આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ પોંખાય છે; તો ‘વ્યથાનાં વીતક’ને સી.એ.એસ. એવોર્ડ, સદ્વિચાર પરિવાર પારિતોષિક, તખ્તસિંહ પરમાર પારિતોષિક, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ; ધનજી કાનજી પારિતોષિક. જેવાં સન્માનો મળે છે. એમની સમગ્ર સાહિત્ય સેવા અને સમાજસેવાની કદર રૂપે વિવિધ સંસ્થાઓ દ્વારા મળેલાં ઇનામો-અકરામો પણ ઘણાં છે! વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સભ્ય, મંત્રી, પ્રમુખ તરીકે જોડાઈને એમણે કરેલી સેવાઓ એમની સામાજિક નિસબત બતાવે છે. દેશ-વિદેશમાં એમણે આપેલાં વ્યાખ્યાનોની પણ એક જુદી યાદી બને. ‘આંગળિયાત’ની જેમ જ ‘વ્યથાનાં વીતક’ પણ અંગ્રેજી ઉપરાંત દેશની અન્ય અગિયાર ભાષાઓમાં અનુવાદિત થયું. એમની ‘લોહીનો સંબંધ’ વાર્તા પરથી ગોપી દેસાઈ દ્વારા દિગ્દર્શિત ‘બસ યારી રખ્ખો’ બાળફિલ્મ બની. ‘બહેરું આયખું મુંગી વ્યથા’ પરથી ટેલિફિલ્મનું નિર્માણ થયું. ‘મારી પરણેતર’ પરથી ૧૩ હપ્તાની ધારાવાહિક પણ બની. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 80 Pannabhabhi.png|200px| | [[File:GTVI Image 80 Pannabhabhi.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વાર્તાકાર તરીકે આપણને તેમની પાસેથી કુલ ૯૫ વાર્તાઓ મળે છે; જે છ સંગ્રહોમાં સંપાદિત છે. ૧૯૮૬માં પહેલો વાર્તાસંગ્રહ ‘સાધનાની આરાધના’ આપ્યા પછી ‘પન્નાભાભી’, ‘આગળો’, ‘ફરી આંબા મ્હોરે’, ‘આર્કિડનાં ફૂલ’ અને ‘બીજી બોણી’ જેવા સંગ્રહો એમની વાર્તાકલાનો હિસાબ આપે છે. ૧૯૮૬થી ૨૦૦૮ સુધીમાં અઢી દાયકામાં આશરે ક્રાઉન સાઇઝનાં સાડા ચૌદસો પૃષ્ઠોમાં પથરાયેલું એમનું વાર્તાલેખન સંગ્રહ પહેલાં ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ, ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’, ‘ચિત્રલેખા’ જેવાં સામયિકોમાં છપાઈ, લોકહૃદય સુધી પહોંચ્યું છે. બહોળો વાચક-વર્ગ ધરાવતી આ વાર્તાઓની લોકપ્રિયતાનું કારણ તેમાં નિરૂપિત જીવનરસ છે. જિવાતા જીવનની વાત લેખકને માણસમાં રસ લેતા કરે છે. સાહિત્યનું પ્રમાણ જ એમને જીવતર લાગે છે. આથી જ, કલાને પ્રમાણાવા એ જાદુઈ જણાતા જીવતરનો હાથ ઝાલે છે. એ બા-પોકાર કહે છે : ‘મેં કલા પ્રમાણી છે પણ જીવતરને ધોખો નથી દીધો.’ આથી જ એમની વાર્તાઓમાં જીવનલક્ષિતા ભારોભાર છે. વાર્તાલેખન માટેની એમની ખરી મૂડી જ એમનો જીવનમૂલક વિધાયક દૃષ્ટિકોણ છે. | વાર્તાકાર તરીકે આપણને તેમની પાસેથી કુલ ૯૫ વાર્તાઓ મળે છે; જે છ સંગ્રહોમાં સંપાદિત છે. ૧૯૮૬માં પહેલો વાર્તાસંગ્રહ ‘સાધનાની આરાધના’ આપ્યા પછી ‘પન્નાભાભી’, ‘આગળો’, ‘ફરી આંબા મ્હોરે’, ‘આર્કિડનાં ફૂલ’ અને ‘બીજી બોણી’ જેવા સંગ્રહો એમની વાર્તાકલાનો હિસાબ આપે છે. ૧૯૮૬થી ૨૦૦૮ સુધીમાં અઢી દાયકામાં આશરે ક્રાઉન સાઇઝનાં સાડા ચૌદસો પૃષ્ઠોમાં પથરાયેલું એમનું વાર્તાલેખન સંગ્રહ પહેલાં ‘ચાંદની’, ‘નવનીત સમર્પણ, ‘જનકલ્યાણ’, ‘અખંડ આનંદ’, ‘ચિત્રલેખા’ જેવાં સામયિકોમાં છપાઈ, લોકહૃદય સુધી પહોંચ્યું છે. બહોળો વાચક-વર્ગ ધરાવતી આ વાર્તાઓની લોકપ્રિયતાનું કારણ તેમાં નિરૂપિત જીવનરસ છે. જિવાતા જીવનની વાત લેખકને માણસમાં રસ લેતા કરે છે. સાહિત્યનું પ્રમાણ જ એમને જીવતર લાગે છે. આથી જ, કલાને પ્રમાણાવા એ જાદુઈ જણાતા જીવતરનો હાથ ઝાલે છે. એ બા-પોકાર કહે છે : ‘મેં કલા પ્રમાણી છે પણ જીવતરને ધોખો નથી દીધો.’ આથી જ એમની વાર્તાઓમાં જીવનલક્ષિતા ભારોભાર છે. વાર્તાલેખન માટેની એમની ખરી મૂડી જ એમનો જીવનમૂલક વિધાયક દૃષ્ટિકોણ છે. | ||
૯૫ જેટલી માતબર વાર્તાઓ આપનાર જેટલા રેખાચિત્રકાર અને નવલક્થાકાર તરીકે સુખ્યાત થયા છે એટલા વાર્તાકાર તરીકે નથી થયા. એનો અર્થ એવો સ્હેજેય નથી કે એમની વાર્તાઓ બધી નબળી છે! કોઈ માતાપિતાના એક તેજસ્વી સંતાન સિવાયનાં બીજાં સંતાનો પ્રતિ ઉપેક્ષા રખાય કંઈક એમ જ જૉસેફ મૅકવાનની વાર્તાઓ બેધ્યાન થઈ છે! માનવતાનો મહેરામણ એમની વાર્તાઓનો વૈભવ છે. વ્યાપક સમાજનું એક વિશાળ ચિત્ર એમની વાર્તાઓમાંથી ઊપસે છે. માનવસમાજની અનેક ગતિવિધિઓના તાણા-વાણા એમની વાર્તાઓમાં ગુંથાય છે. પાત્રની ગરિમા ચરિત્રની ઊંચાઈને આંબે છે. બળકટ એવી તળપદ બોલીનો ક્યાસ એમની વાર્તાઓમાંથી કાઢી શકાય છે. ને છતાંયે એમની વાર્તાઓ ઘટનામાં અટવાતી ને માત્ર સૂક્ષ્મ ચરિત્રચિત્રણ જ બનીને રહી જતી હોવાનું કહેવાયું છે. ઘટના વિના ક્યાં કોઈ વાર્તા લખાઈ જ છે! કેટલીયે વાર્તાઓ તો ઘટનાની રજૂઆતને કારણે અને માવજતની સભાનતાએ અમર થઈ ગઈ છે! જૉસેફ મૅકવાનની વાર્તાઓમાં અભિવ્યક્તિનું સામર્થ્ય છે; ઉપરાંત વાસ્તવ-અભિમુખતા, જીવનલક્ષિતા, અનુભૂતિઓનું પ્રાબલ્ય, સચ્ચાઈ પ્રત્યેની વફાદારી અને વસ્તુપ્રીતિ વિષે લેખકની અંગત માન્યતા તમે સ્પષ્ટ જોઈ શકો. લેખક ઘટનાને સ્વીકારે છે. અનુભવો એમને મન વાર્તાનો કૂવાસ્તંભ છે. એ નોંધે છે : ‘અનુભવોનું, ને એથી આગળ વધીને અનુભૂતિઓનું મારે મન અદકેરું મહત્ત્વ છે. વેઠ્યા વિના, વેઠ્યા વિના વેદનાનો સાર નથી સમજાતો! જીવનના વાસ્તવનો સાહિત્યમાં અસ્વીકાર હોય તો સર્જન શું કામનું? આથી જ એ વચ્ચે દોઢેક દાયકો સર્જનથી દૂ૨ રહ્યા છે! વાસ્તવમૂલક ઘટના અને કલ્પનામૂલક વાર્તા વચ્ચેના ભેદની સમજ સાથે જીવનના અને વાર્તાના વાસ્તવ વચ્ચેનો વિવેક સ્વીકારી ફરીથી કલમ ઝાલે છે! અંદરથી આદેશાતા સંકલ્પ સાથે એ લખે છે : ‘વહી ગયેલા કોરટ અંતરાલમાં મારા વાચન, મનન અને વિચારચિંતને વાર્તા અને જીવનના વાસ્તવ વચ્ચેનો ભેદ અને વિવેક શીખવેલાં. મારા ભાથામાં અનુભવોનો અંબાર હતો તો ઘટનાઓ અને પ્રસંગોનો પારાવાર હતો. કલ્પના અને વાસ્તવ વચ્ચેના ભેદ મને મારા લેખનકાર્યના દિશા-દોર સૂઝાડ્યા, તો પેલા વિવેકે માણસાઈમાંની મારી શ્રદ્વાને દૃઢમૂલ કરી. એટલું જે નહીં, એણે આદેશ દીધો : ‘જે લખવું હોય તે લખ, પણ પૂરી જીવનવફા સાથે લખ. જીવતરને ધોખો દઈને કાંઈ જ ના લખ.’ આ સંકલ્પ જીવન પ્રત્યેની પ્રતિબદ્વતા તરફ લેખકને દોરી જાય છે. પોતાની મર્યાદા જાણવા છતાંય સચ્ચાઈ પ્રત્યેનો સ્નેહ તલભાર પણ ઓછો ન કરતા લેખક નોંધે છે : ‘હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્વતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી. અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશ ભાવ્યું છે. માણસાઈનાં ચરણોમાં માથું મેલવું મને ગમ્યું છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું, પણ માણસમાત્રમાં સારાપણું જોવાની, મારા જેઠાકાકાએ સીંચેલી મારી શ્રદ્ધા કડવાં વખ અનુભવ થયા છતાંય જરા સરખીયે ઓછી થઈ નથી, આ જ અંતઃપ્રેર્યું બળ છે. જે મારી વાર્તામાં પાત્રોને શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે, પણ એ કથાને પ્રવાહમાન કરે એટલી જ, ઘટનાને બળ દે એટલી જ. બાકી ચરિત્રોના અભ્યાંતરમાં ઉછાળા મારતું વિત્ત તો મેં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.’ જીવનમૂલક વાસ્તવલક્ષિતા જ એમની વાર્તાઓનું જિવાતુભૂત અંગ છે એ સ્વીકાર સાથે તે પુનઃઅનુભૂતિનું મૂલ આંકે છે : ‘સામાન્ય રીતે મારી વાર્તાનો વિષય કે વસ્તુ વાસ્તવલક્ષી હોય, વાસ્તવ જીવનને સ્પર્શતો-છણતો હોય એ મારું વલણ. હવે આ સંસારના અને સમાજજીવનના અનુભવો એટલા વિલક્ષણ થાય છે કે ક્વચિત્ ચૈતસિક શક્તિયે અંધારી જાય. આવી વેળાએ પરાનુભૂતિને સ્વાનુભૂતિમાં પલટીને લખતાં નવનેજાં થાય છે, પણ એ જ ઉચિત લાગે છે. કારણ, જેની અનુભૂતિ વાર્તાના બીજ લેખે સ્વીકારી હોય એ તલભાર નંદવાવી ના જોઈએ. ફરીથી એકવાર એ ‘આર્કિડનાં ફૂલ’ની વાર્તાઓ વિશે વાત કરતાં નોંધે છે : ‘હું સોદ્દેશ લખું છું ને મારી વાર્તા થકીય મારે કંઈક કહેવાનું રહે જ છે. આ કહેવા કે સ્વીકારવાથી મારા રચનાકર્મની સાહિત્યમાંથી બાદબાકી થઈ જવાની હોય તો તેમ થાઓ. તેથી કરીને મારાથી જીવતરના સત્યને નહીં અવગણાય.’ | ૯૫ જેટલી માતબર વાર્તાઓ આપનાર જેટલા રેખાચિત્રકાર અને નવલક્થાકાર તરીકે સુખ્યાત થયા છે એટલા વાર્તાકાર તરીકે નથી થયા. એનો અર્થ એવો સ્હેજેય નથી કે એમની વાર્તાઓ બધી નબળી છે! કોઈ માતાપિતાના એક તેજસ્વી સંતાન સિવાયનાં બીજાં સંતાનો પ્રતિ ઉપેક્ષા રખાય કંઈક એમ જ જૉસેફ મૅકવાનની વાર્તાઓ બેધ્યાન થઈ છે! માનવતાનો મહેરામણ એમની વાર્તાઓનો વૈભવ છે. વ્યાપક સમાજનું એક વિશાળ ચિત્ર એમની વાર્તાઓમાંથી ઊપસે છે. માનવસમાજની અનેક ગતિવિધિઓના તાણા-વાણા એમની વાર્તાઓમાં ગુંથાય છે. પાત્રની ગરિમા ચરિત્રની ઊંચાઈને આંબે છે. બળકટ એવી તળપદ બોલીનો ક્યાસ એમની વાર્તાઓમાંથી કાઢી શકાય છે. ને છતાંયે એમની વાર્તાઓ ઘટનામાં અટવાતી ને માત્ર સૂક્ષ્મ ચરિત્રચિત્રણ જ બનીને રહી જતી હોવાનું કહેવાયું છે. ઘટના વિના ક્યાં કોઈ વાર્તા લખાઈ જ છે! કેટલીયે વાર્તાઓ તો ઘટનાની રજૂઆતને કારણે અને માવજતની સભાનતાએ અમર થઈ ગઈ છે! જૉસેફ મૅકવાનની વાર્તાઓમાં અભિવ્યક્તિનું સામર્થ્ય છે; ઉપરાંત વાસ્તવ-અભિમુખતા, જીવનલક્ષિતા, અનુભૂતિઓનું પ્રાબલ્ય, સચ્ચાઈ પ્રત્યેની વફાદારી અને વસ્તુપ્રીતિ વિષે લેખકની અંગત માન્યતા તમે સ્પષ્ટ જોઈ શકો. લેખક ઘટનાને સ્વીકારે છે. અનુભવો એમને મન વાર્તાનો કૂવાસ્તંભ છે. એ નોંધે છે : ‘અનુભવોનું, ને એથી આગળ વધીને અનુભૂતિઓનું મારે મન અદકેરું મહત્ત્વ છે. વેઠ્યા વિના, વેઠ્યા વિના વેદનાનો સાર નથી સમજાતો! જીવનના વાસ્તવનો સાહિત્યમાં અસ્વીકાર હોય તો સર્જન શું કામનું? આથી જ એ વચ્ચે દોઢેક દાયકો સર્જનથી દૂ૨ રહ્યા છે! વાસ્તવમૂલક ઘટના અને કલ્પનામૂલક વાર્તા વચ્ચેના ભેદની સમજ સાથે જીવનના અને વાર્તાના વાસ્તવ વચ્ચેનો વિવેક સ્વીકારી ફરીથી કલમ ઝાલે છે! અંદરથી આદેશાતા સંકલ્પ સાથે એ લખે છે : ‘વહી ગયેલા કોરટ અંતરાલમાં મારા વાચન, મનન અને વિચારચિંતને વાર્તા અને જીવનના વાસ્તવ વચ્ચેનો ભેદ અને વિવેક શીખવેલાં. મારા ભાથામાં અનુભવોનો અંબાર હતો તો ઘટનાઓ અને પ્રસંગોનો પારાવાર હતો. કલ્પના અને વાસ્તવ વચ્ચેના ભેદ મને મારા લેખનકાર્યના દિશા-દોર સૂઝાડ્યા, તો પેલા વિવેકે માણસાઈમાંની મારી શ્રદ્વાને દૃઢમૂલ કરી. એટલું જે નહીં, એણે આદેશ દીધો : ‘જે લખવું હોય તે લખ, પણ પૂરી જીવનવફા સાથે લખ. જીવતરને ધોખો દઈને કાંઈ જ ના લખ.’ આ સંકલ્પ જીવન પ્રત્યેની પ્રતિબદ્વતા તરફ લેખકને દોરી જાય છે. પોતાની મર્યાદા જાણવા છતાંય સચ્ચાઈ પ્રત્યેનો સ્નેહ તલભાર પણ ઓછો ન કરતા લેખક નોંધે છે : ‘હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્વતાથી, સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી. અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશ ભાવ્યું છે. માણસાઈનાં ચરણોમાં માથું મેલવું મને ગમ્યું છે. મારી અપાત્રતા હું સારી પેઠે જાણું છું, પણ માણસમાત્રમાં સારાપણું જોવાની, મારા જેઠાકાકાએ સીંચેલી મારી શ્રદ્ધા કડવાં વખ અનુભવ થયા છતાંય જરા સરખીયે ઓછી થઈ નથી, આ જ અંતઃપ્રેર્યું બળ છે. જે મારી વાર્તામાં પાત્રોને શક્તિ સીંચે છે. એમાં કલ્પના છે, પણ એ કથાને પ્રવાહમાન કરે એટલી જ, ઘટનાને બળ દે એટલી જ. બાકી ચરિત્રોના અભ્યાંતરમાં ઉછાળા મારતું વિત્ત તો મેં ક્યાંક ને ક્યાંક પ્રમાણેલું તથ્ય જ છે.’ જીવનમૂલક વાસ્તવલક્ષિતા જ એમની વાર્તાઓનું જિવાતુભૂત અંગ છે એ સ્વીકાર સાથે તે પુનઃઅનુભૂતિનું મૂલ આંકે છે : ‘સામાન્ય રીતે મારી વાર્તાનો વિષય કે વસ્તુ વાસ્તવલક્ષી હોય, વાસ્તવ જીવનને સ્પર્શતો-છણતો હોય એ મારું વલણ. હવે આ સંસારના અને સમાજજીવનના અનુભવો એટલા વિલક્ષણ થાય છે કે ક્વચિત્ ચૈતસિક શક્તિયે અંધારી જાય. આવી વેળાએ પરાનુભૂતિને સ્વાનુભૂતિમાં પલટીને લખતાં નવનેજાં થાય છે, પણ એ જ ઉચિત લાગે છે. કારણ, જેની અનુભૂતિ વાર્તાના બીજ લેખે સ્વીકારી હોય એ તલભાર નંદવાવી ના જોઈએ. ફરીથી એકવાર એ ‘આર્કિડનાં ફૂલ’ની વાર્તાઓ વિશે વાત કરતાં નોંધે છે : ‘હું સોદ્દેશ લખું છું ને મારી વાર્તા થકીય મારે કંઈક કહેવાનું રહે જ છે. આ કહેવા કે સ્વીકારવાથી મારા રચનાકર્મની સાહિત્યમાંથી બાદબાકી થઈ જવાની હોય તો તેમ થાઓ. તેથી કરીને મારાથી જીવતરના સત્યને નહીં અવગણાય.’ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:GTVI Image 81 Agalo.png|200px| | [[File:GTVI Image 81 Agalo.png|200px|left]] | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
રેખાચિત્રકાર તરીકેની એમની હથોટી વાર્તાના પાત્રનું સૂક્ષ્મ ચિત્રણ કરી, વાર્તાને પાત્રપ્રધાન બનાવે છે. એમની વાર્તાઓનું થીમ જ એવું છે કે જેમાં જે-તે પાત્રની આંતરિક, તેમ બાહ્ય રેખાઓનું આલેખન અનિવાર્ય બની રહે. ‘પન્નાભાભી’, ‘સાવિત્રી’, ‘કાંધનો હક’, ‘ખત્રીની દેરી, ‘પાંચો પગી’, ‘ધાગો સેમાડિયો’ વગેરેને તપાસો. તેમાં પાત્રોનું ચરિત્રચિત્રણ નિવાર્ય નથી જ! વાર્તાનું જિવાતુભૂત તત્ત્વ જ તેનું સૂક્ષ્મ ચરિત્રચિત્રણ છે; જે વાચકને વાર્તામાં રસ લેતો કરે છે ને વાર્તાને ખીલવે પણ છે. એક સફળ રેખાચિત્રકારને હાથે થતું વાર્તાસર્જન પાત્ર ચરિત્રચિત્રણથી વિમુખ રહે એ વાર્તાનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ! મારી દૃષ્ટિએ આવું સૂક્ષ્મ ચિત્રણ વાર્તાનો વિશેષ ગણાવો જોઈએ. | રેખાચિત્રકાર તરીકેની એમની હથોટી વાર્તાના પાત્રનું સૂક્ષ્મ ચિત્રણ કરી, વાર્તાને પાત્રપ્રધાન બનાવે છે. એમની વાર્તાઓનું થીમ જ એવું છે કે જેમાં જે-તે પાત્રની આંતરિક, તેમ બાહ્ય રેખાઓનું આલેખન અનિવાર્ય બની રહે. ‘પન્નાભાભી’, ‘સાવિત્રી’, ‘કાંધનો હક’, ‘ખત્રીની દેરી, ‘પાંચો પગી’, ‘ધાગો સેમાડિયો’ વગેરેને તપાસો. તેમાં પાત્રોનું ચરિત્રચિત્રણ નિવાર્ય નથી જ! વાર્તાનું જિવાતુભૂત તત્ત્વ જ તેનું સૂક્ષ્મ ચરિત્રચિત્રણ છે; જે વાચકને વાર્તામાં રસ લેતો કરે છે ને વાર્તાને ખીલવે પણ છે. એક સફળ રેખાચિત્રકારને હાથે થતું વાર્તાસર્જન પાત્ર ચરિત્રચિત્રણથી વિમુખ રહે એ વાર્તાનું દુર્ભાગ્ય લેખાવું જોઈએ! મારી દૃષ્ટિએ આવું સૂક્ષ્મ ચિત્રણ વાર્તાનો વિશેષ ગણાવો જોઈએ. | ||