‘વત્સલનાં નયનો’ અને બીજા વિવેચનલેખો/કાવ્યમાં અલંકારનું સ્થાન: Difference between revisions

+1
(+1)
 
(+1)
 
Line 6: Line 6:
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કાવ્યાલોચન’માં મુખ્યત્વે ભારતીય કાવ્યશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતોને અનુસરીને કરેલું વિષયનિરૂપણ જોવા મળે છે. આ સર્વસ્વીકૃત અને પરંપરાપ્રાપ્ત સિદ્ધાંતોના નિરૂપણમાં ભાગ્યે જ કોઈ મતભેદને અવકાશ હોઈ શકે. છતાં ‘કાવ્યની વ્યાખ્યામાં ગુણ અને અલંકાર (વિભાગ ૨)’ એ લેખમાં કર્તાએ શ્રી રામનારાયણ પાઠકે કાવ્યમાં અલંકારના સ્થાન પરત્વે દર્શાવેલા વિચારોથી ભિન્ન મત પ્રકટ કર્યો છે. પરંતુ આ ખંડન જેટલું પરંપરામૂલક છે તેટલું તાત્ત્વિક નથી. તત્ત્વદૃષ્ટિએ પાઠકસાહેબે કાવ્યમાં અલંકારના સ્થાન પરત્વે જે દૃષ્ટિબિંદુ રજૂ કર્યું છે તેની યોગ્યાયોગ્યતાની સમીક્ષા લેખકને અભીષ્ટ નથી, પરન્તુ પાઠકસાહેબે દર્શાવેલા વિચારો પ્રાચીન આલંકારિકોના મતને વફાદાર નથી તેટલા પૂરતો જ વિરોધ તેમણે ઉચિત ગણ્યો છે. પાઠકસાહેબનું દૃષ્ટિબિંદુ આ પ્રમાણે છે: “અલંકાર વસ્તુથી ભિન્ન, વસ્તુને અલંકૃત કરવાને યોજેલી આગન્તુક વસ્તુ છે એમ કહેવું ખોટું છે. કાવ્યને સમજાવવા વસ્તુ અને અલંકાર એવો ભેદ સ્વીકારાય તેનો વાંધો નથી. પણ તેને તત્ત્વતઃ ભિન્ન માનવા તે ખોટું છે... (આ) ભ્રમ અલંકાર શબ્દથી ઉત્પન્ન થાય છે, પણ તે આગન્તુક નથી. કાવ્યમાં કશું આગન્તુક હોઈ શકે જ નહિ. કલામીમાંસક ક્રોચેએ આપેલી દલીલથી આનો વિચાર કરીએ. તે પૂછે છે : ‘‘જેને તમે અલંકાર કહો છો તે કાવ્યમાં એકતા પામ્યો છે કે નહિ? જો પામ્યો હોય તો તે આગન્તુક નથી, પામ્યો ન હોય તો તે કાવ્ય નથી.” શ્રી જાની પાઠકસાહેબની આ માન્યતાનો વિરોધ નથી કરતા. પરંતુ પાઠકસાહેબ પોતાના મતના સમર્થનમાં ધ્વનિકારનો અભિપ્રાય રજૂ કરે છે : “અલંકારનું આ જ ખરું સમર્થન છે. પ્રામાણિક આલંકારિકોએ તેનું આ સ્થાન સ્વીકાર્યું છે.” ધ્વનિકાર કહે છે :

{{Poem2Close}}
{{Block center|'''<poem>रसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् ।  

अपृथग्यत्ननिर्वर्त्यः सोऽलंकारो ध्वनौ मतः ॥</poem>'''}}

Line 63: Line 64:
આ દેહે સ્વર્ગની પ્રાપ્તિ એ તો છે વરવર્ણિની,  

એનો ઓષ્ઠાધરરસ તિરસ્કારે સુધારસ.</poem>'''}}
એનો ઓષ્ઠાધરરસ તિરસ્કારે સુધારસ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુણ અને રસ વચ્ચે લેખક જે અન્વય-વ્યતિરેકવ્યાપ્તિ બાંધે છે - ભલેને સ્વયં મમ્મટને અનુસરીને - તેને આધારે આ શ્લોકને કેવી રીતે ઘટાવી શકાશે? આ શ્લોકમાં ગુણ નથી માટે રસ નથી તો કાવ્યત્વ કેવી રીતે છે? ગુણ નથી, તે મમ્મટની ગુણવ્યાખ્યાની દૃષ્ટિએ. વામનની વ્યાખ્યા પ્રમાણે તો આમાં ગુણો બતાવી શકાય. આમ, કાવ્યના ઉપાદાન તરીકે ગુણ અને અલંકાર વચ્ચે સ્વરૂપગત કે માત્રાગત પાર્થક્ય સ્વીકારી શકાય નહિ. ક્ષેમેન્દ્ર ‘ઔચિત્ય વિચારચર્ચા’માં -અલબત્ત પ્રતિવાદ રૂપે - બંનેને સ્થાપે છે તો એક જ આસને :

Line 104: Line 104:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''- ગ્રંથ, જાન્યુઆરી ૧૯૬૫'''}}<br>

નોંધ:
{{Reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2