33,235
edits
(Created page with "{{SetTitle}} {{Heading|અભિનવનો ‘અભિવ્યક્તિવાદ’}} {{Poem2Open}} અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, ભરતના રસસૂત્રની વ્યાખ્યા કરનારા પ્રાચીન આચાર્યોમાં અભિનવનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. પોતાની આગવી દાર્શનિક દૃષ...") |
No edit summary |
||
| Line 28: | Line 28: | ||
(૨) સ્વગત-પરગત દેશકાલવિશેષાવેશ : રસનું આ વિઘ્ન સામાજિકના પોતાના ચિત્તમાંથી સંભવે છે. કેટલીક વાર એમ બને છે કે અમુક સાહિત્યકૃતિ (કે સાહિત્યકાર) સામાજિકને લૌકિક સંબંધોના સ્તરે સ્પર્શી જાય છે. કૃતિમાં રજૂ થતાં પાત્રો કે પ્રસંગો તેને તેના ભૂતકાળની સ્મૃતિઓમાં ખેંચી જાય અને એ રીતે એમાંના અમુક ભાવો તેના પોતાના હોય કે અન્યના હોય, એ રીતે તે જોતો થઈ જાય. એને પરિણામે અંગત લાગણીઓ, સ્મૃતિઓ કે સાહચર્યોમાં તે રાચવા માંડે છે. કૃતિમાંનાં પાત્રો, પ્રસંગો એ સ્વાયત્ત ઘટના છે એ રીતે નહિ, પણ અમુક ચોક્કસ સ્થળકાળની ઘટનાઓની સ્મૃતિ હોય એ રીતે તે પ્રતિભાવ પાડે છે. આ જાતની લૌકિક સ્થળકાળની વિશેષ સભાનતા રસપ્રતીતિમાં મોટું વિઘ્ન બની રહે છે. રસપ્રતીતિમાં ખરેખર તો વિભાવાદિનો સાધારણીકૃત રૂપે જ બોધ થવો ઘટે. જે ક્ષણે એમાં સ્થળકાળના લૌકિક સંદર્ભોની સભાનતા જાગે છે, તે ક્ષણે એ સામાજિકને અંગત પ્રતિભાવો બની રહે છે. એમાં તેના રાગદ્વેષ, ગમાઅણગમા, હર્ષશોક એવું બધું ભળી જતું હોય છે. આવા સંજોગોમાં ઘણુંખરું સામાજિક સુખદાયી સંસ્મરણોમાં જ લીન થવાનું વલણ બતાવે એમ પણ બનવાનું. પણ શુદ્ધ રસપ્રતીતિમાં આવું વલણ વિઘ્નરૂપ જ નીવડવાનું. | (૨) સ્વગત-પરગત દેશકાલવિશેષાવેશ : રસનું આ વિઘ્ન સામાજિકના પોતાના ચિત્તમાંથી સંભવે છે. કેટલીક વાર એમ બને છે કે અમુક સાહિત્યકૃતિ (કે સાહિત્યકાર) સામાજિકને લૌકિક સંબંધોના સ્તરે સ્પર્શી જાય છે. કૃતિમાં રજૂ થતાં પાત્રો કે પ્રસંગો તેને તેના ભૂતકાળની સ્મૃતિઓમાં ખેંચી જાય અને એ રીતે એમાંના અમુક ભાવો તેના પોતાના હોય કે અન્યના હોય, એ રીતે તે જોતો થઈ જાય. એને પરિણામે અંગત લાગણીઓ, સ્મૃતિઓ કે સાહચર્યોમાં તે રાચવા માંડે છે. કૃતિમાંનાં પાત્રો, પ્રસંગો એ સ્વાયત્ત ઘટના છે એ રીતે નહિ, પણ અમુક ચોક્કસ સ્થળકાળની ઘટનાઓની સ્મૃતિ હોય એ રીતે તે પ્રતિભાવ પાડે છે. આ જાતની લૌકિક સ્થળકાળની વિશેષ સભાનતા રસપ્રતીતિમાં મોટું વિઘ્ન બની રહે છે. રસપ્રતીતિમાં ખરેખર તો વિભાવાદિનો સાધારણીકૃત રૂપે જ બોધ થવો ઘટે. જે ક્ષણે એમાં સ્થળકાળના લૌકિક સંદર્ભોની સભાનતા જાગે છે, તે ક્ષણે એ સામાજિકને અંગત પ્રતિભાવો બની રહે છે. એમાં તેના રાગદ્વેષ, ગમાઅણગમા, હર્ષશોક એવું બધું ભળી જતું હોય છે. આવા સંજોગોમાં ઘણુંખરું સામાજિક સુખદાયી સંસ્મરણોમાં જ લીન થવાનું વલણ બતાવે એમ પણ બનવાનું. પણ શુદ્ધ રસપ્રતીતિમાં આવું વલણ વિઘ્નરૂપ જ નીવડવાનું. | ||
(૩) નિજસુખાદિવિવશીભાવ : કાવ્યના આસ્વાદ માટે સામાજિકના ચિત્તમાં પૂરતી સ્વસ્થતા અને શાંતિ હોય એ પણ જરૂરી છે. સામાજિકને વ્યવહારજીવનના કોઈ ને કોઈ કારણે ભારે ઉદ્વેગ, આવેગ કે સંક્ષોભની સ્થિતિમાં મુકાવાનું આવ્યું હોય તો તો કૃતિના વર્ણ્યવિષયમાં તે મન પરોવી શકશે નહિ. સંભવ છે કે કૃતિને આસ્વાદવાની કોઈ વૃત્તિ જ તેનામાં જાગતી ન હોય. કુટુંબમાં પ્રિયજનના અવસાનથી શોકમગ્ન બનેલી વ્યક્તિ એ બનાવ પછીના તરતના દિવસોમાં એવી લાગણીમૂઢ થઈ ગઈ હોય છે કે સાહિત્યનો ભાવ માણવાની તેને જરીકે વૃત્તિ થતી હોતી નથી. તેનું ચિત્ત સાવ ઉદાસીન અને નિષ્ક્રિય બની ચૂક્યું હોય છે. એટલે આસ્વાદ માટે સહૃદય પક્ષે જે રીતે સક્રિય સહયોગની અપેક્ષા છે તેવો સહયોગ ત્યારે મળતો નથી. ચિત્તમાં એ રીતે ક્ષોભ જાગ્યો હોય તો કૃતિમાં પ્રવેશવાનું મુશ્કેલ બની જાય છે એ તો ખરું, પણ પ્રયત્નપૂર્વક પ્રવેશ કરે તો પણ તેમાં તે ઠરી શકતું નથી. સુખના અતિરેકમાં પણ સામાજિકનું ચિત્ત એવી રીતે આનંદના આવેગમાં તણાય છે કે એ કારણે પણ તે કૃતિમાં તાદાત્મ્ય સાધી શકતો નથી. આ વિઘ્ન સામાજિકના ચિત્તમાં પડ્યું હોય છે. | (૩) નિજસુખાદિવિવશીભાવ : કાવ્યના આસ્વાદ માટે સામાજિકના ચિત્તમાં પૂરતી સ્વસ્થતા અને શાંતિ હોય એ પણ જરૂરી છે. સામાજિકને વ્યવહારજીવનના કોઈ ને કોઈ કારણે ભારે ઉદ્વેગ, આવેગ કે સંક્ષોભની સ્થિતિમાં મુકાવાનું આવ્યું હોય તો તો કૃતિના વર્ણ્યવિષયમાં તે મન પરોવી શકશે નહિ. સંભવ છે કે કૃતિને આસ્વાદવાની કોઈ વૃત્તિ જ તેનામાં જાગતી ન હોય. કુટુંબમાં પ્રિયજનના અવસાનથી શોકમગ્ન બનેલી વ્યક્તિ એ બનાવ પછીના તરતના દિવસોમાં એવી લાગણીમૂઢ થઈ ગઈ હોય છે કે સાહિત્યનો ભાવ માણવાની તેને જરીકે વૃત્તિ થતી હોતી નથી. તેનું ચિત્ત સાવ ઉદાસીન અને નિષ્ક્રિય બની ચૂક્યું હોય છે. એટલે આસ્વાદ માટે સહૃદય પક્ષે જે રીતે સક્રિય સહયોગની અપેક્ષા છે તેવો સહયોગ ત્યારે મળતો નથી. ચિત્તમાં એ રીતે ક્ષોભ જાગ્યો હોય તો કૃતિમાં પ્રવેશવાનું મુશ્કેલ બની જાય છે એ તો ખરું, પણ પ્રયત્નપૂર્વક પ્રવેશ કરે તો પણ તેમાં તે ઠરી શકતું નથી. સુખના અતિરેકમાં પણ સામાજિકનું ચિત્ત એવી રીતે આનંદના આવેગમાં તણાય છે કે એ કારણે પણ તે કૃતિમાં તાદાત્મ્ય સાધી શકતો નથી. આ વિઘ્ન સામાજિકના ચિત્તમાં પડ્યું હોય છે. | ||
(૪) પ્રતીત્યુપાયવૈકલ્ય અર્થાત્ પ્રતીતિના ઉપાયોનું વૈકલ્ય : આપણે જોયું કે સામાજિકની રસપ્રતીતિ માટે કાવ્યનાટકાદિનાં વિભાવાદિ ‘ઉપાયરૂપ’ છે. કવિ કે નાટ્યકારની સમર્થ કલ્પનાના અભાવે વિભાવો જ નિર્બળ અને નિષ્પ્રાણ રહી જવા પામ્યા હોય તો તે રચના સામાજિકના ચિત્તને સ્પર્શવામાં નિષ્ફળ જાય એમ બનવાનું. રસપ્રતીતિમાં આ રીતે ઉપાયોનું ‘વૈકલ્પ’ પણ વિઘ્નકર્તા બની રહે છે. | |||
(૫) સ્ફૂટત્વનો અભાવ : રસ એ સ્વશબ્દવાચ્ય તત્ત્વ નથી. કાવ્યનાટકાદિમાં શૃંગાર, કરુણ જેવા શબ્દોના પ્રયોગમાત્રથી એ રસો નિષ્પન્ન થઈ જતા નથી. એ માટે દરેક સ્થાયીવિશિષ્ટ રસને અનુરૂપ અને યોગ્ય એવાં વિભાવાદિની પર્યાપ્ત માત્રામાં રજૂઆત થવી જોઈએ. જ્યાં પર્યાપ્ત માત્રામાં રજૂઆત થઈ નથી, કે અનુભવો અને વ્યભિચારીઓનો સંદિગ્ધ પ્રયોગ થવા પામ્યો હોય ત્યાં, વિશિષ્ટ રસની ઓળખ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ વસ્તુ વાચિકાદિ અભિનયને પણ લાગુ પડે છે. નટનટીઓ દ્વારા અનુભાવો અને વ્યભિચારીઓની અભિનયરૂપે ઉચિત અને સમર્થ રજૂઆત થઈ શકી ન હોય ત્યાં કૃતિનો રસ અસ્ફુટ રહી જાય છે. સામાજિક માટે એવા પ્રસંગે રસનું ગ્રહણ કરવાનું મુશ્કેલ બની જાય છે. | (૫) સ્ફૂટત્વનો અભાવ : રસ એ સ્વશબ્દવાચ્ય તત્ત્વ નથી. કાવ્યનાટકાદિમાં શૃંગાર, કરુણ જેવા શબ્દોના પ્રયોગમાત્રથી એ રસો નિષ્પન્ન થઈ જતા નથી. એ માટે દરેક સ્થાયીવિશિષ્ટ રસને અનુરૂપ અને યોગ્ય એવાં વિભાવાદિની પર્યાપ્ત માત્રામાં રજૂઆત થવી જોઈએ. જ્યાં પર્યાપ્ત માત્રામાં રજૂઆત થઈ નથી, કે અનુભવો અને વ્યભિચારીઓનો સંદિગ્ધ પ્રયોગ થવા પામ્યો હોય ત્યાં, વિશિષ્ટ રસની ઓળખ કરવાનું મુશ્કેલ બની જાય છે. આ વસ્તુ વાચિકાદિ અભિનયને પણ લાગુ પડે છે. નટનટીઓ દ્વારા અનુભાવો અને વ્યભિચારીઓની અભિનયરૂપે ઉચિત અને સમર્થ રજૂઆત થઈ શકી ન હોય ત્યાં કૃતિનો રસ અસ્ફુટ રહી જાય છે. સામાજિક માટે એવા પ્રસંગે રસનું ગ્રહણ કરવાનું મુશ્કેલ બની જાય છે. | ||
(૬) અપ્રધાનતા : કવિ કે નાટ્યકારે પોતે સ્વીકારેલા કથાવૃત્તાંતમાં પ્રધાન–ગૌણ અંશોનો સતત વિવેક કરવાનો રહે છે. કળાના રસબોધની એ અનિવાર્યતા છે. તે જો મુખ્ય વૃત્તાંતની અવગણના કરી રહે અને કોઈ ગૌણ કે અપ્રસ્તુત પ્રસંગનું તે અતિવિસ્તારથી વર્ણન કરવા પ્રવૃત્ત થાય ત્યારે પણ સામાજિકના ચિત્તમાં રસભંગ થાય એમ બનવાનું. ખરેખર તો કૃતિના પ્રધાન વૃત્તાંત (કે પ્રધાન રસ)નું સળંગ નિરૂપણ થવું જોઈએ. ગૌણ વૃત્તાંતો (કે ગૌણ રસો) કૃતિના પ્રધાન વૃત્તાંતને જ અભિમુખ બની રહે, તેને જ પરિપુષ્ટ કરે, અને એ રીતે તેને જ સમર્પક બની રહે, એ દૃષ્ટિએ રજૂ થવા જોઈએ. અભિનવનો મત એવો છે કે મહાકાવ્ય, નાટક આદિ વિસ્તારી સાહિત્યસ્વરૂપોમાં રતિ, ક્રોધ, ઉત્સાહ અને નિર્વેદ – માત્ર એ ચાર ‘પુરુષાર્થનિષ્ઠ’ સ્થાયીઓ પૈકીના જ કોઈ એકને પ્રધાનભૂત લેખે સ્વીકારવો જોઈએ. બીજા સ્થાયીઓ અને વ્યભિચારીઓ તેને સમર્પક બની રહે એ રીતે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ જાતની પ્રણાલિકાનો કવિ કે નાટ્યકાર ભંગ કરે ત્યાં પણ રસના બોધમાં વિઘ્ન ઊભું થાય એમ બનવાનું. | (૬) અપ્રધાનતા : કવિ કે નાટ્યકારે પોતે સ્વીકારેલા કથાવૃત્તાંતમાં પ્રધાન–ગૌણ અંશોનો સતત વિવેક કરવાનો રહે છે. કળાના રસબોધની એ અનિવાર્યતા છે. તે જો મુખ્ય વૃત્તાંતની અવગણના કરી રહે અને કોઈ ગૌણ કે અપ્રસ્તુત પ્રસંગનું તે અતિવિસ્તારથી વર્ણન કરવા પ્રવૃત્ત થાય ત્યારે પણ સામાજિકના ચિત્તમાં રસભંગ થાય એમ બનવાનું. ખરેખર તો કૃતિના પ્રધાન વૃત્તાંત (કે પ્રધાન રસ)નું સળંગ નિરૂપણ થવું જોઈએ. ગૌણ વૃત્તાંતો (કે ગૌણ રસો) કૃતિના પ્રધાન વૃત્તાંતને જ અભિમુખ બની રહે, તેને જ પરિપુષ્ટ કરે, અને એ રીતે તેને જ સમર્પક બની રહે, એ દૃષ્ટિએ રજૂ થવા જોઈએ. અભિનવનો મત એવો છે કે મહાકાવ્ય, નાટક આદિ વિસ્તારી સાહિત્યસ્વરૂપોમાં રતિ, ક્રોધ, ઉત્સાહ અને નિર્વેદ – માત્ર એ ચાર ‘પુરુષાર્થનિષ્ઠ’ સ્થાયીઓ પૈકીના જ કોઈ એકને પ્રધાનભૂત લેખે સ્વીકારવો જોઈએ. બીજા સ્થાયીઓ અને વ્યભિચારીઓ તેને સમર્પક બની રહે એ રીતે તેની વ્યવસ્થા કરવી જોઈએ. આ જાતની પ્રણાલિકાનો કવિ કે નાટ્યકાર ભંગ કરે ત્યાં પણ રસના બોધમાં વિઘ્ન ઊભું થાય એમ બનવાનું. | ||