33,916
edits
(+1) |
(+1) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|પ્રતોનો આંતરસંબંધ}} | ||
{{Poem2Open}} | |||
અહીં ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો કૃતિ રચાયાથી આશરે દોઢસોએક વર્ષ પછીની છે. દેખીતી રીતે જ, તેથી, પાઠપરંપરા ઘણી જુદી-ભેગી થતી ચાલી હોય અને લહિયાઓને હાથે જાણ્યે-અજાણ્યે ઘણા ફેરફારો પામતી આવી હોય. મુખપાઠની પરંપરાએ પણ એમાં પ્રભાવ પડ્યો હોય. આથી દરેક પ્રત પોતાના આગવા કોઈ ને કોઈ પાઠભેદ બતાવતી હોય. આમ છતાં કેટલાંક સામાન્ય વલણો પરથી પ્રતોનો આંતરસંબંધ ઓળખી શકાય છે અને એ આંતરસંબંધની સંકુલતા પણ પકડી શકાય છે. પાઠોનો તુલનાત્મક અભ્યાસ કરતાં આપણે આ મુજબ તારવણી કરી શકીએ છીએ : | અહીં ઉપયોગમાં લીધેલ હસ્તપ્રતો કૃતિ રચાયાથી આશરે દોઢસોએક વર્ષ પછીની છે. દેખીતી રીતે જ, તેથી, પાઠપરંપરા ઘણી જુદી-ભેગી થતી ચાલી હોય અને લહિયાઓને હાથે જાણ્યે-અજાણ્યે ઘણા ફેરફારો પામતી આવી હોય. મુખપાઠની પરંપરાએ પણ એમાં પ્રભાવ પડ્યો હોય. આથી દરેક પ્રત પોતાના આગવા કોઈ ને કોઈ પાઠભેદ બતાવતી હોય. આમ છતાં કેટલાંક સામાન્ય વલણો પરથી પ્રતોનો આંતરસંબંધ ઓળખી શકાય છે અને એ આંતરસંબંધની સંકુલતા પણ પકડી શકાય છે. પાઠોનો તુલનાત્મક અભ્યાસ કરતાં આપણે આ મુજબ તારવણી કરી શકીએ છીએ : | ||
૧. બે મુદ્રિત પ્રતો અ બ પ્રાપ્ત સર્વે હસ્તપ્રતોથી અનેક ઠેકાણે પાઠભેદ બતાવે છે. આનાં સ્થાનો કડીઓમાં જે પાઠાંતરો દર્શાવ્યાં છે તેના પર એક નજર નાખવાથી દેખાઈ આવશે એટલે એના દાખલા આપવાની જરૂર નથી. પ્રાપ્ત સર્વ હસ્તપ્રતોના પાઠની સામે અ બનો પાઠ જુદો પડે છે તેથી એ પાઠ આજે ઉપલબ્ધ નહીં થયેલી પ્રતને આધારે હોવા કરતાં સુધારેલો હોવાની શક્યતા વધારે જણાય છે. આની થોડી વીગતે વાત આપણે આરંભમાં જ કરી છે. | ૧. બે મુદ્રિત પ્રતો અ બ પ્રાપ્ત સર્વે હસ્તપ્રતોથી અનેક ઠેકાણે પાઠભેદ બતાવે છે. આનાં સ્થાનો કડીઓમાં જે પાઠાંતરો દર્શાવ્યાં છે તેના પર એક નજર નાખવાથી દેખાઈ આવશે એટલે એના દાખલા આપવાની જરૂર નથી. પ્રાપ્ત સર્વ હસ્તપ્રતોના પાઠની સામે અ બનો પાઠ જુદો પડે છે તેથી એ પાઠ આજે ઉપલબ્ધ નહીં થયેલી પ્રતને આધારે હોવા કરતાં સુધારેલો હોવાની શક્યતા વધારે જણાય છે. આની થોડી વીગતે વાત આપણે આરંભમાં જ કરી છે. | ||
| Line 40: | Line 41: | ||
આ સિવાય પણ પાઠપરંપરાઓ અનેક સ્થાને મિશ્ર થાય છે, પરંતુ આપણે મુખ્ય પ્રવાહોની જ નોંધ લઈ શકીએ. | આ સિવાય પણ પાઠપરંપરાઓ અનેક સ્થાને મિશ્ર થાય છે, પરંતુ આપણે મુખ્ય પ્રવાહોની જ નોંધ લઈ શકીએ. | ||
ઉપરની તારવણીને આપણે હવે પાઠપરંપરાની શાખાપ્રશાખાના નીચેના ચિત્ર રૂપે મૂકી શકીએ. અખંડ રેખાથી દર્શાવેલી છે તે પાઠપરંપરાની શાખા-પ્રશાખા છે, જ્યારે ખંડિત રેખાથી બતાવેલ છે તે આ શાખાપ્રશાખાનાં ગૌણ મિશ્રણો છે. કૌંસમાં અંગ્રેજી સંજ્ઞાઓ મૂકી છે તે પાઠપરંપરાના કલ્પિત અવાંતરક્રમો છે. | ઉપરની તારવણીને આપણે હવે પાઠપરંપરાની શાખાપ્રશાખાના નીચેના ચિત્ર રૂપે મૂકી શકીએ. અખંડ રેખાથી દર્શાવેલી છે તે પાઠપરંપરાની શાખા-પ્રશાખા છે, જ્યારે ખંડિત રેખાથી બતાવેલ છે તે આ શાખાપ્રશાખાનાં ગૌણ મિશ્રણો છે. કૌંસમાં અંગ્રેજી સંજ્ઞાઓ મૂકી છે તે પાઠપરંપરાના કલ્પિત અવાંતરક્રમો છે. | ||
{{Poem2Close}} | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||